October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામવલસાડ

સરીગામ-2 બેઠકના તાલુકા પંચાયતના સભ્‍ય સહદેવ વઘાતે સભ્‍યપદ પરથી આપેલુંરાજીનામું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ,તા.03
ઉમરગામ તાલુકા પંચાયતના સરીગામ-2 બેઠકના તાલુકા પંચાયતના સભ્‍ય શ્રી સહદેવભાઈ વઘાતે આજરોજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને સભ્‍યપદ પરથી દૂર થવા રાજીનામુ આપ્‍યું છે.
શ્રી સહદેવભાઈ વધાતે તાજેતરમાં યોજાયેલી સરીગામ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના ઉમેદવાર તરીકે જીત હાંસલ કરી છે. ગુજરાત પંચાયત ધારાની કલમ 29 (3) મુજબ શ્રી સહદેવભાઈ વઘાતે કોઈપણ એક હોદ્દાનો ફરજીયાત ત્‍યાગ કરવો જરૂરી છે. જેથી આજરોજ સરીગામ વિકાસ મંચ પેનલના પ્રણેતા શ્રી રાકેશભાઈ રાય અને સરપંચની ચૂંટણીમાં જીત મેળવવામાં અહમ ભૂમિકા ભજવનાર તાલુકા પંચાયતના પૂર્વ સભ્‍ય શ્રી વિનોદભાઈ ઠાકોરની ઉપસ્‍થિતિ સાથે શ્રી સહદેવભાઈ વધાતે તાલુકા પંચાયત સભ્‍યપદ ઉપરથી રાજીનામું આપ્‍યું હતું.
શ્રી સહદેવભાઈ વધાત તાલુકા પંચાયતની ચૂંટણી કોંગ્રેસના પ્રતીક ઉપર જીતી હતી. ઉમરગામ તાલુકા પંચાયતમાં માત્ર બે બેઠક પર કોંગ્રેસે વિજય હાંસલ કર્યો હતો. જેમાંથી આજરોજ એક સભ્‍યએ રાજીનામુ આપતા હવે તાલુકા પંચાયતમાં કોંગ્રેસની એક બેઠક રહી જવા પામી છે.
શ્રી સહદેવભાઈ વધાતે આપેલા રાજીનામાની જાણકારી તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, કલેકટરશ્રી વલસાડ અને તલાટી કમમંત્રીશ્રી સરીગામને કરી દેવામાં આવી છે.

Related posts

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં બાળ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

સેલવાસઆર.ટી.ઓ.માં છેલ્લા દસ દિવસથી સર્વર ડાઉન રહેવાના કારણે અરજદારોને હાલાકી

vartmanpravah

વાપીની કંપની દ્વારા પ્રદૂષિત પાણી ડ્રેનેજમાં છોડવાની ફરિયાદો બાદ જીપીસીબીએ ડ્રેનેજ પાણીના સેમ્‍પલ લીધા

vartmanpravah

સંઘપ્રદેશની ઔદ્યોગિક રોકાણ પ્રોત્‍સાહન યોજના અંતર્ગત સેલવાસના કલાકેન્‍દ્ર ખાતે રૂા.19 કરોડ 80 લાખની સબસીડીના ચેકનું કરાયેલું વિતરણ

vartmanpravah

સેલવાસમાં જૈન સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી

vartmanpravah

દાનહમાં પરશુરામ જયંતિ નિમિતે બ્રહ્મ સમાજ દ્વારા રેલી કાઢવામા આવી

vartmanpravah

Leave a Comment