January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશવાપીસેલવાસ

બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટની કામગીરીના કારણે ભીલાડથી સેલવાસ આવતા વાહનો માટે અપાયું ડાયવર્ઝન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : દાદરા નગર હવેલીના નરોલી ગામમાંથી પસાર થઈ રહેલ દેશનો મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટ અંતર્ગત કામગીરી ચાલી રહી છે. આ બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટ અંતર્ગત ચાલતા કામ સંદર્ભે નરોલી-સેલવાસ રોડ નેશનલ હાઇવે નંબર 185, એચ.પી. પેટ્રોલ પમ્‍પ, હવેલીપેટ્રોલિયમ પાસેથી 06 સપ્‍ટેમ્‍બરથી10 સપ્‍ટેમ્‍બર સુધી અને 11 સપ્‍ટેમ્‍બરથી 14 સપ્‍ટેમ્‍બર સુધી ભારેથી અતિ ભારે વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્‍યું છે. જેમાં ભીલાડ તરફથી આવતા મોટર સાયકલ અને લાઈટ મોટર વ્‍હીકલ હોટલ પુષ્‍પક નવા ફળીયા થઈ નરોલી ચાર રસ્‍તા થઈ સેલવાસ તરફ જઈ શકશે અને ભારેથી અતિ ભારે અને કોમર્શિયલ વાહનો ભીલાડથી વાયા ઝરોલી-લુહારી ફાટક થઈ અથાલ ચાર રસ્‍તાથી જઈ શકાશે.

Related posts

ગૌ કથાના અવસરે સેલવાસના આમલી હનુમાનજી મંદિરથી નિકળેલી ભવ્‍ય કળશયાત્રા

vartmanpravah

નાની દમણના મરવડ ખાતે હોસ્‍પિટલના નિર્માણમાં કાર્યરત કામદારો સાથે જિલ્લા કલેક્‍ટર અને સંયુક્‍ત શ્રમ સચિવે આરોગેલો શ્રમયોગી પ્રસાદ

vartmanpravah

દાનહ સાંસદ કલાબેન ડેલકરે મણિપુરની જઘન્‍ય ઘટનાના આરોપીઓને કડકમાં કડક સજા કરવા પ્રધાનમંત્રી મોદીને કરેલી રજૂઆત

vartmanpravah

દાનહના બિસ્‍માર રસ્‍તાઓથી દુઃખી બનેલા સાંસદ કલાબેન ડેલકરઃ છેવટે પ્રશાસકશ્રીના સલાહકારને કરી રજૂઆત

vartmanpravah

1લી જુલાઈએ શતરંજ ઓલમ્‍પિયાડની મશાલ રીલે દમણ પહોંચશેઃસંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે થનારૂં ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

કેન્દ્રએ ‘ભ્રામક જાહેરાતો અને ગેરમાર્ગે દોરતી જાહેરાતો માટે સમર્થન, 2022ના નિવારણ અંગે માર્ગદર્શિકા’ જારી કરી

vartmanpravah

Leave a Comment