January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશન, વાપીમાં વ્‍યાખ્‍યાનમાળા અંતર્ગત મિસ.વિધિ વાઘેલા દ્વારા ‘‘ઇન્‍ટરવ્‍યૂ કેવી રીતે આપી શકાય” તે વિષય પર વ્‍યાખ્‍યાન યોજાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશન વાપીમાં ઝોન ટ્રેનર અને જે.સી.એલ ભારતના મિસ. વિધિ વાઘેલા ‘‘ડિજિટલ માર્કેટિંગ અને ફાયનાસિયલ પ્‍લાનિંગ” અને ઈન્‍ટરવ્‍યૂ કેવી રીતે આપી શકાય” તે અંગે વ્‍યાખ્‍યાન યોજાયું હતું. જેમાં તેમણે જણાવ્‍યું હતું કે શિક્ષક તરીકે શાળામાં ઇન્‍ટરવ્‍યું આપવા જાવ ત્‍યારે પહેરવેશ પણ એ અનુસાર હોવું જોઈએ અને ખુરશીમાં ટટાર બેસવું અને પ્રશ્નોના જવાબ સારી રીતે ગભરાટ વગર આપવું જોઈએ. શિક્ષણ વ્‍યવસાયમાં જોડાયા બાદ શિક્ષણ કેવી રીતે આપવું? તે માટે શિક્ષક તરીકે ભૂમિકા કેવી હોવી જોઇએ? સ્‍ટાફ સાથે કેવી રીતેરહેવું અને આપણી બોડીની ભાષા કેવી હોવી જોઈએ શિક્ષકનો ધર્મ, શિક્ષક વિદ્યાર્થી અને જ્ઞાનની પરાયણતા સંદર્ભ વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું. વધુમાં તેમને તાલીમાર્થીઓને વર્ગખંડમાં વિદ્યાર્થી સાથેનો વ્‍યવહાર અને ઇન્‍ટરવ્‍યૂ કઈ રીતે લેવામાં આવે છે તે તાલીમાર્થીઓને પ્રવૃત્તિ દ્વારા પોતાની સરળ ભાષા શૈલીની અંદર સમજૂતી આપવામાં આવી હતી. વ્‍યક્‍તિત્‍વ સંદર્ભે પોતાના સ્‍ટાફ સાથે પોતાની જવાબદારી કેવી રીતે નિભાવવી તેના વિશે પણ ખુબજ ઉત્‍સાહભેર સમજૂતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.પિયુષભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ સુંદર વ્‍યાખ્‍યાન યોજવા બદલ સંસ્‍થાના ચેરમેન શ્રી મિલન દેસાઈ તથા ઈન્‍ચાર્જ કેમ્‍પસ ડાયરેક્‍ટર ડો.મિત્તલ શાહ અને આચાર્ય ડો.પ્રીતિ ચૌહાણએ શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

નવસારી ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ અને ઘરેલું હિંસા અધિનીયમ-૨૦૦૫ જાગૃતતા સેમિનાર યોજાયો

vartmanpravah

‘‘વિદ્યાર્થી ઉદ્યમીતા સાહસિકતા નીતિ” અંતર્ગત વલસાડ જિલ્લામાંથી ભીલાડ સરકારી વિજ્ઞાન કોલેજના બે વિદ્યાર્થીની પસંદગી

vartmanpravah

…તો દમણમાં એક ઘર પણ કાચું નહીં રહે

vartmanpravah

દીવના પાંચ સ્‍થળો પર નગરપાલિકા દ્વારા પે એન્‍ડ પાર્કિંગ માટે હરાજી યોજાઈ

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલને લોકસભાની કળષિ, પશુપાલન, મત્‍સ્‍યોદ્યોગ અને ફૂડ પ્રોસેસિંગ સમિતિના સભ્‍ય બનાવાયા

vartmanpravah

ઉમરગામ તાલુકાની સરકારી શાળાઓમાં ગુણવત્તા યુક્‍ત શિક્ષણ અને સુવિધાના અભાવથી વિદ્યાર્થીઓનીદયનીય હાલત

vartmanpravah

Leave a Comment