(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: વલસાડ જિ.પંચાયત સભ્ય અને નાની વહીયાળ હાઈસ્કૂલના આચાર્ય શ્રી શૈલેશકુમાર આર પટેલ અને ટ્રેનર વિજયકુમાર વાની ના પ્રયત્નોથી વોક ટુ ગેધર્સ શ્રી ઉમેદભાઈ દોશી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નાની વહીયાળ અને આશ્રમશાળા નાની વહીયાળ.તા. ધરમપુરના તાલુકા કક્ષાની શાળાકીય એથ્લેટિક્સ સ્પર્ધામાં વિજેતા થયેલ કુલ 60 વિદ્યાર્થીઓને સાંઈનાથ હોસ્પિટલના ડોક્ટર હેમંતભાઈ પટેલ તરફથી હાફપેન્ટ અને નાની વહીયાળ ગામના કિરણભાઈ આર.ઘાટાળઅને રાજુભાઈ કુમાવત તરફથી ટીશર્ટ આપવામાં આવેલ છે અને વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષાએ વિજેતા થવા શુભેચ્છાઓ પાઠવી હતી. ડોક્ટર હેમંતભાઈ પટેલે અગાઉ શાળાના અનાથ વિદ્યાર્થીઓને ગરમ શાલ અને સ્પોર્ટસ ડ્રેસ આપેલ છે. દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ શાળા અને આશ્રમ શાળા પરિવાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા બદલ દાતાઓનો હદયપુર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
