આગામી દિવસોમાં યોજાનાર નશા મુક્તિ અભિયાન અને હૃદય રોગના કાર્યક્રમ અંગે માહિતી અપાઈ નવ નિયુક્ત ઝોન કો-ઓર્ડિનેટર અને જિલ્લા કો-ઓર્ડિનેટરનું સન્માન પણ કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઝોન કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે અને જિલ્લા કો-ઓર્ડિનેટર પ્રીતિબેન વૈષ્ણવની હાજરીમાં યોગ સંવાદ બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં નવનિયુક્ત ઝોન કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે અને જિલ્લા કો-ઓર્ડિનેટર પ્રીતિબેન વૈષ્ણવનું સિનિયર યોગ કોચ શીતલબેન ત્રિગોત્રા દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. અન્ય યોગ કોચ માયાબેન ગોળગે અને યોગ ટ્રેનર સુનીતાબેન પટેલ અને ઉપસ્થિત ટ્રેનરો દ્વારા પણ બંને નવનિયુક્ત કો-ઓર્ડીનેટરોનું સન્માન કરવામાં આવ્યું હતું. ધરમપુર ખાતેયોજાયેલી યોગ શિબિરમાં ભાગ લેનાર તાલીમાર્થીઓને પ્રમાણપત્રનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં નશા મુક્તિ અભિયાન અને હૃદય રોગના કાર્યક્રમ અંગે જિલ્લા કો- ઓર્ડિનેટર પ્રીતિબેન વૈષ્ણવ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઝોન કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે દ્વારા ટ્રેનર બનવાના વિષય અંગે જાણકારી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મહિલા પતંજલિ યોગ સમિતિના રાજ્ય કાર્યકારણી સદસ્ય શીલાબેન વશી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના મેન્ટર કમલેશ પત્રેકર, યોગ શિક્ષક યોગેશ વશી, યોગકોચ જાગૃતિ દેસાઈ, યોગકોચ મનિષા ઠાકોર, યોગકોચ શીતલ ત્રિગોત્રા અને યોગકોચ માયા ઘોડગે દ્વારા સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગ ટ્રેનર સુનિતાબેને જહેમત ઉઠાવી હતી.