Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની અદિતિ વિશ્વાસ શેઠે બેંગલુરુની ‘નેશનલ લૉ સ્‍કૂલ ઓફ ઈંડિયા યુનિવર્સિટી’ની પ્રવેશ પરીક્ષામાં 23મું સ્‍થાન પ્રાપ્ત કર્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.03: આજે વાત કરવી છે અદિતિ વિશ્વાસ શેઠની અને એણે મેળવેલી અપૂર્વ સિધ્‍ધિની. માતા રૈના અને પિતા વિશ્વાસ શેઠની આ પુત્રીએ ધોરણ દસ સુધીનો અભ્‍યાસ વલસાડની પ્રતિષ્ઠિત શાળા અતુલ વિદ્યાલયમાં કર્યો. દસ અને બાર ધોરણ દહેરાદૂનની વેલ્‍હમ ગર્લ્‍સ સ્‍કૂલમાંથી પસાર કર્યાં. પહેલેથી જ એનું ધ્‍યેય કાયદાનો અભ્‍યાસ કરવાનું હતું. એ માટે તનતોડ મહેનત કરીને બેંગલુરુની ખ્‍યાતનામ અને ભારતની નંબર એક ગણાતી કાયદાની યુનિવર્સિટી ‘નેશનલ લૉ સ્‍કૂલ ઓફ ઈંડિયા યુનિવર્સિટી’ની પ્રવેશ પરીક્ષામાં 23મું સ્‍થાન પ્રાપ્ત કર્યું.
યુનિવર્સિટીનો પાંચ વર્ષનો B.A.LLB.(Hons.)નો અભ્‍યાસ એણે એવી તો ઝળહળતી ફતેહ મેળવીને પૂર્ણ કર્યો જે માટે ફક્‍ત શાળા, સમાજ, એનાં માતા-પિતા કે વલસાડ શહેર જ નહીં પણ સમગ્ર ગુજરાત ગર્વ લઈ શકે. તા.22 સપ્‍ટેમ્‍બર-રવિવારના રોજ યુનિવર્સિટી ખાતે યોજાયેલા પદવીદાન સમારંભમાં એણે ભારતના ચીફ જસ્‍ટીસ ડી.વાય.ચંદ્રચૂડના હાથે પદવી મેળવી કે જેઓ આ યુનિવર્સિટીના કુલપતિ પણ છે. પદવીનીસાથેસાથે અત્‍યાર સુધીમાં કોઈએ ન મેળવ્‍યા હોય એટલા, અધધધ કહી શકાય એટલા-આઠ સુવર્ણ ચંદ્રક પણ એણે મેળવ્‍યા. આ ચંદ્રકો એને academic excellence, leadership, all round performance, out standing graduating student, best outgoing student- એમ વિવિધ ક્ષેત્રે એણે કરેલાં પ્રદાન બદલ આપવામાં આવ્‍યા. આ સન્‍માન મેળવતી વખતે આપેલા વક્‍તવ્‍યમાં એણે કહ્યું કે, ‘‘આટલા બધા સુવર્ણ ચંદ્રકો મેળવવાનું મેં સ્‍વપ્ને પણ નહોતું વિચાર્યું. અરે, સૌથી પહેલા તો આ યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્‍યો એ જ મારે માટે સ્‍વપ્ન સાકાર થવા જેવું હતું.”
હજી તો કેટકેટલી સિધ્‍ધિઓ એની રાહ જોઈ રહી છે. અદિતિની ઉડાન ઘણી ઊંચી છે. એની મથામણ આભને આંબવાની છે ને આપણે સૌ મળીને એને શુભેચ્‍છા પાઠવીએ કે એ પોતાનું અને પોતાનાં માતા-પિતાનું દરેક સ્‍વપ્ન સાકાર કરી શકે. આવતાં વર્ષથી તો એ લંડન સ્‍થિત એક આંતર રાષ્‍ટ્રીય પેઢી (firm) સાથે જોડાવા જઈ રહી છે ત્‍યારે એના ઉજ્જવળ ભવિષ્‍ય માટે ઘણી ઘણી શુભકામનાઓ.

Related posts

વાપી વિસ્‍તારમાં રક્‍તદાન મહાકુંભ યોજાયો: અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદે રચ્‍યો ઈતિહાસ

vartmanpravah

દમણ-દીવના વન વિભાગમાં ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ માહ્યાવંશીને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

વલસાડ હાઈવે રોલા ગામે યોજાયેલ બાઈકર્સ ઈવેન્‍ટ ભારે પડયો, જોખમી સ્‍ટંટ કરનારાઓ સામે ગુનો નોંધાયો

vartmanpravah

વલસાડમાં ગણેશ દર્શન કરી ઘરે પરત ફરતા દંપતિની મોપેડને કારે ટક્કર મારી દેતા પત્‍નીનું કરુણ મોત

vartmanpravah

ઉમરસાડીમાં કિરાણાની દુકાનમાં આગ લાગતા લાખોનું નુકશાન

vartmanpravah

વાપીમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના ગુંજન જનસંપર્ક કાર્યાલયમાં પૂર્વ વડા પ્રધાનમંત્રી વાજપેયીની 100મી જન્‍મજ્‍યંતી ઉજવણી ઉજવાઈ

vartmanpravah

Leave a Comment