October 21, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજથી ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ સંઘપ્રદેશના ત્રણ દિવસના પ્રવાસેઃ દમણ-દીવ અને દાનહ ઉપ રાષ્‍ટ્રપતિના સત્‍કાર માટે સજ્જ

ઉપ રાષ્‍ટ્રપતિ મોટી દમણના જમ્‍પોર ખાતે એવિઅરિ(પક્ષીઘર)નું ઉદ્‌ઘાટન કરશે

ઉપ રાષ્‍ટ્રપતિ આવતી કાલે સેલવાસ સ્‍થિત નમો મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ ઇન્‍સ્‍ટિટયૂટની મુલાકાત લેશે

ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ 22મી સપ્‍ટેમ્‍બરે પ્રધાનમંત્રી આવાસ યોજના(PMAY અર્બન) ફલેટ્‍સ ઘોઘલા અને STPદીવનું ઉદ્‌ઘાટન કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.19 : ઉપ રાષ્‍ટ્રપતિ, શ્રી જગદીપ ધનખડ 20થી 22 સપ્‍ટેમ્‍બર, 2024 દરમિયાન કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની ત્રણ દિવસીય મુલાકાત લેશે. ઉપ રાષ્‍ટ્રપતિની આ કેન્‍દ્ર શાસિત પ્રદેશની પ્રથમ મુલાકાત હશે.
આ પ્રવાસ દરમિયાન ઉપ રાષ્‍ટ્રપતિ અનેક મુખ્‍ય માળખાકીય સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્‍ટ્‍સની મુલાકાત લેશે અને ઉદ્‌ઘાટન કરશે. ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ 20મી સપ્‍ટેમ્‍બરના રોજ મોટી દમણના ખાતે જમ્‍પોર ખાતે એવિઅરિ (પક્ષીઘર)નું ઉદ્‌ઘાટન કરશે. તેઓ દમણમાં હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટર(આરોગ્‍ય મંદિર), સરકારી એન્‍જિનિયરિંગ કોલેજ અને રીંગણવાડા ખાતે વરકુંડ પંચાયત અને રીંગણવાડા શાળાની પણ મુલાકાત લેશે.
21 સપ્‍ટેમ્‍બરના રોજ શ્રીધનખડ દાદરા નગર હવેલીમાં સેલવાસ સ્‍થિત નમો મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ ઇન્‍સ્‍ટિટયૂટની મુલાકાત લેશે, જ્‍યાં તેઓ વિદ્યાર્થીઓ અને ફેકલ્‍ટી સભ્‍યો સાથે વાર્તાલાપ કરશે. તેઓ ડોકમર્ડી ઓડિટોરિયમ ખાતે વેસ્‍ટ ઝોન કલ્‍ચરલ સેન્‍ટર દ્વારા આયોજિત જાહેર કાર્યક્રમમાં પણ હાજરી આપશે.
બીજા દિવસે બપોરે ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ દીવમાં સ્‍થાનિક પંચાયતો અને નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. વધુમાં, શ્રી ધનખડ ખુખરી વેસલ અને દીવના કિલ્લા સહિત મુખ્‍ય સ્‍થળોની મુલાકાત લેશે. જ્‍યારે 22 સપ્‍ટેમ્‍બરે ઉપ રાષ્‍ટ્રપતિશ્રી દીવમાં ઘોઘલા બ્‍લુ ફલેગ બીચ અને ઘોઘલા ટેન્‍ટ સિટીની મુલાકાત લેશે. તેઓ ઘોઘલામાં પ્રધાનમંત્રી આવાસ યોજના PMAY(શહેરી) ફલેટ્‍સ અને દીવમાં સુએજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ (STP)નું ઉદ્‌ઘાટન કરશે. શ્રી ધનખડ તેમના પ્રવાસના અંતિમ દિવસે દીવમાં કેવડી ખાતેના એજ્‍યુકેશન હબની પણ મુલાકાત લેશે.
ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી જગદીપ ધનખડની સંઘપ્રદેશ યાત્રાને યાદગાર અને સફળ બનાવવા માટે પ્રશાસન દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી જગદીપ ધનખડને વધાવવા માટે થનગની રહ્યું છે.

Related posts

વાપી જૈન યુવક મંડળ ઇંગ્‍લિશ સ્‍કૂલ 10 માં સ્‍થાનના દિનનો સાથે એન્‍યુઅલ ડે ઉજવાયો

vartmanpravah

દાનહમાં શરૂ થઈ શૈક્ષણિક ક્રાંતિઃ આદિવાસી બાળકોના ડોક્ટર ઍન્જિનિયર બનવાના સપના સાકાર

vartmanpravah

વાપી કોચરવામાં બાકી પૈસા માટે સગીર ઉપર જવલનશીલ પદાર્થ ચહેરા પર લગાડી આંખો ઉપર ઈજા પહોંચાડી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સમક્ષ દાનહમાં થયેલા જમીન કૌભાંડોની સીબીઆઈ તપાસ માંગતા કોંગ્રેસી નેતા પ્રભુભાઈ ટોકિયા

vartmanpravah

નાનાપોંઢા સીએચસી હેલ્‍થ સેન્‍ટરમાં આહાર કીટ અને પ્રોટીન પાવડરનું વિતરણ

vartmanpravah

વલસાડ-નવસારી જિલ્લામાં પ્રતિ સોમવારે ઉદ્યોગોનો વીજકાપ રહેશે : સરકારનો નિર્ણય

vartmanpravah

Leave a Comment