February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ-ડાંગ નવનિર્વાચીત સાંસદ ધવલ પટેલનું ઉમરગામ તાલુકામાં કરવામાં આવેલું ભવ્‍ય સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.09: આજરોજ ભાજપા સંગઠન દ્વારા નવનિર્વાચિત વલસાડ-ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલના અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તાલુકા સંગઠન પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી અને મહામંત્રી પ્રકાશભાઈ પટેલ તેમજ એમની ટીમ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા તેમજ જિલ્લા સંગઠન મંત્રીશ્રી શિલ્‍પેશભાઈ દેસાઈ અને તાલુકા ધારાસભ્‍યશ્રી રમણભાઈ પાટકરની ઉપસ્‍થિતિ જોવા મળી હતી.
આ કાર્યક્રમમાં સાંસદ શ્રી ધવલભાઈ પટેલે સંગઠનના આગેવાનો તેમજ કાર્યકર્તા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંબોધતા સૌપ્રથમ ઉમરગામ તાલુકાના તમામ મતદાતાઓ તેમજ કાર્યકર્તાઓનો જંગી મતોથી ચૂંટી લાવવા બદલ આભાર વ્‍યક્‍ત કર્યો હતો. અને કેન્‍દ્ર સરકારને સંબંધિત તમામ સમસ્‍યાઓનેવાંચા આપવાની બાહેંધરી આપી હતી.
આજના સન્‍માન કાર્યક્રમમાં ઉમરગામ તાલુકાની વિવિધ સમાજના સંગઠનના આગેવાનો, ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્‍યો, તાલુકા પંચાયતના સભ્‍યો તેમજ ગ્રામ પંચાયતનો સરપંચશ્રીઓ, ભાજપા સંગઠનના હોદ્દેદારો આ ઉપરાંત ડોક્‍ટર એસોસિએશનના અગ્રણીઓ, ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના અગ્રણી ઉદ્યોગપતિઓ તેમજ સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્‍થિત રહી સાંસદ શ્રી ધવલભાઈ પટેલને પુષ્‍પગુચ્‍છ તેમજ હાર પહેરાવી સન્‍માન કરી આનંદની લાગણી અનુભવી હતી.
આ પ્રસંગે વલસાડ જિલ્લા સંગઠન મહામંત્રીશ્રી શિલ્‍પેશભાઈ દેસાઈ, ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ પટેલ, ઉમરગામ તાલુકા સંગઠન પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી, સરીગામના રાજકીય આગેવાન શ્રી મનીષભાઈ રાય, ઉમરગામ શહેર પ્રમુખશ્રી સંજયભાઈ જોષી, જિલ્લા સંગઠન મંત્રી શ્રીમતિ જશુમતીબેન દાંડેકર, મહામંત્રીશ્રીઓ પ્રકાશભાઈ પટેલ, શ્રી નરેશકુમાર પરમાર, શ્રી સમીરભાઈ કંસારા, શ્રી મનોજભાઈ ઝા, ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ લલિતાબેન દુમાડા, ઉમરગામ નગરપાલિકા પ્રમુખશ્રી મનીષભાઈ રાય, પ્રદેશ આમંત્રિત સભ્‍યશ્રી મણિલાલભાઈ પટેલ, સરપંચ સંઘ પ્રમુખશ્રી નરેન્‍દ્રભાઈ નાયક, જિલ્લા પંચાયત સભ્‍યશ્રી મુકેશભાઈ પટેલ, શ્રી દિપકભાઈ મિષાી, અને શ્રી જીગ્નેશભાઈ મરોલીકરવગેરેની હાજરી જોવા મળી હતી.

Related posts

ખાનવેલ સબ ડીવીઝનના બોર્ડના પરીક્ષાર્થીઓ માટે જિલ્લા પ્રશાસને કરેલી બસની વ્‍યવસ્‍થા

vartmanpravah

વલસાડ તાલુકા કોળી પટેલ સમાજની 160 તેજસ્‍વી પ્રતિભાવોનું કરાયું સન્‍માન

vartmanpravah

વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલે કુંભઘાટ પર થયેલ અકસ્‍માતના ઈજાગ્રસ્‍તો અને દેવસરની ફેક્‍ટરીમાં આગથી ઘાયલ કામદારોની વલસાડ સિવિલમાં મુલાકાત લીધી

vartmanpravah

સેલવાસના ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ દ્વારા પિતૃકૃપાર્થે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન

vartmanpravah

રવિવારે જીએનએલયુ કેમ્‍પસ સેલવાસમાં નિઃશુલ્‍ક કોમન લૉ એડમિશન ટેસ્‍ટ ‘સીએલએટી’ માર્ગદર્શન શિબિર યોજાશે

vartmanpravah

દમણ અને સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલરોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment