(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.03: ચીખલી તાલુકા સેવાસદનની એક જ દિવાલ ઉપર ચાર ચાર મધપુડા સાથેમધમાખીઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે. સેવા સદનના પાછળના ભાગે પ્રથમ અને બીજા માળની દીવાલ ઉપર બહારના ભાગે બારીઓ પાસે ચાર જેટલા મસ્ત મોટા મધપુડા જોવા મળી રહ્યા છે. આ બારીઓ ખોલી પણ ન શકાય તેવી સ્થિતિ ઊભી થવા પામી છે અને હવે આ દ્રશ્ય મધમાખી ઉછેર કેન્દ્રનું હોય એવું લાગી રહ્યું છે.