October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત વાપીમાં વોલ પેઈન્‍ટીંગ આકર્ષણનું કેન્‍દ્ર બની

ભીંત ચિત્રો દ્વારા કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની વિવિધ યોજનાઓ જન જન સુધી પહોંચાડવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.14: ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત શરૂ રાખી નાગરિક પ્રથમના અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહ-2024ની ભવ્‍ય ઉજવણી હાથ ધરવામાં આવી છે.
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વાપી શહેરના વિવિધ માર્ગો ઉપર વિવિધ વિષય આધારિત વોલ પેઈન્‍ટિંગ કરવામાં આવ્‍યું હતુ. નલ સે જલ, ઊર્જા, સ્‍વચ્‍છ ગુજરાત અને વિકાસ સપ્તાહ સહિતના વિવિધ વિષયો આધારિત વોલપેઈન્‍ટિંગમાં વિદ્યાર્થિઓએ રંગપૂરણી કરી હતી. વોલ પેઈન્‍ટીંગ દ્વારા કેન્‍દ્ર સરકાર અને રાજ્‍ય સરકારની મહત્‍વની લોકકલ્‍યાણકારી વિવિધ યોજનાઓની વિગતો નાગરિકો સુધી પહોંચાડવામાં આવી હતી. વાપી નગરપાલિકાના ગુંજન વિસ્‍તારમાં વિકાસ સપ્તાહ અંતર્ગત bullet train in vapi નું ભીંતચિત્ર દોરવામાં આવ્‍યું હતુ. જે આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું હતું.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ 23 વર્ષ પહેલા તા.07 ઓક્‍ટોબર, 2001ના દિને ગુજરાત રાજયના તત્‍કાલીન મુખ્‍યમંત્રીશ્રી તરીકે ધૂરા સંભાળી હતી. મુખ્‍યમંત્રીથી વડાપ્રધાન પદ સુધીની તેમની સફરમાં ગુજરાતનો વિકાસ કેન્‍દ્ર સ્‍થાને રહ્યો છે. રાજ્‍યની 23 વર્ષની ‘વણથંભી વિકાસયાત્રા’ વિશે જનજન સુધી જાગૃત્તિ પ્રસરાવવાના હેતુથી રાજ્‍ય સરકાર દ્વારા ઓકટોબર-2024 તા.07 થી તા.15 સુધી સમગ્ર રાજ્‍યવ્‍યાપી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

Related posts

વાપીમાં બુધવાર ગોઝારો સાબિત થયો : સ્‍કૂલ બસ અને કારના બે અકસ્‍માતમાં ત્રણ જીંદગી છીનવાઈ

vartmanpravah

વાપી જી.આઈ.ડી.સી. ફેઈઝ-2 બિલખાડી ઉપર બની રહેલ પુલની કામગીરીના વિલંબને લઈ હાડમારી

vartmanpravah

દાનહની આદિવાસી મહિલાઓને આત્‍મનિર્ભર અને સશક્‍ત બનાવવાપ્રશાસનના પ્રયાસો તેજઃ દપાડા ખાતે મીણબત્તી અને ઓરીગેમી ક્રિસમસ સ્‍ટાર બનાવવાની તાલીમનો પ્રારંભ

vartmanpravah

વાપી વી.આઈ.એ. ખાતે આયોજીત કાર્યક્રમમાં આધ્‍યાત્‍મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજીનું સર્વોદય સમાજ સેવક પદ્મશ્રી ગફુરભાઈ બિલખિયાએ કરેલું સન્‍માન

vartmanpravah

છેલ્લા ઍકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી નવસારી ઍલસીબી પોલીસ

vartmanpravah

ભારત સરકારની હોમ અફેર્સ (ડિઝાસ્ટર મેનેજમેન્ટ)ની ઇન્ટર મિનિસ્ટ્રીયલ ટીમ નવસારી જિલ્લાની મુલાકાતે

vartmanpravah

Leave a Comment