October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા કલેકટર એન.એન.દવેએ ધરમપુરની દીકરીને અમેરિકન દંપતિને દત્તક આપવાનો હુકમ કર્યો

અમેરિકન દંપતિને સંતાનમાં માત્ર એક દીકરો હતો, દીકરીની ખોટ લાગતી હોવાથી આખરે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી દત્તક લીધી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: વલસાડ તાલુકાના રાબડા ગામે નાના-નાની સાથે રહેતી માતા-પિતા વિનાની દીકરીને અમેરિકન દંપતિએ દત્તક લેવાની તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરતા વલસાડ જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી એન.એન.દવેએ દીકરીને દત્તક આપતો હુકમ કર્યો છે.
વલસાડ જિલ્લાના ધરમપુરમાં રામજી મંદિર પાસે બજાર સ્‍ટ્રીટમાં રહેતા કિંજલકુમાર કિશોરભાઈ પટેલનું તા.22 એપ્રિલ 2018ના રોજ મૃત્‍યુથયુ હતું. ત્‍યારબાદ તેમની પત્‍નીએ બીજા લગ્ન કરી લેતા તેમની 10 વર્ષીય દીકરી પરી વલસાડ તાલુકાના રાબડા ગામે નાના ઈશ્વરભાઈ ઘેલાભાઈ પટેલ અને નાની નયનાબેન ઈશ્વરભાઈ પટેલના સાથે રહી અભ્‍યાસ કરતી હતી. દીકરી પરીના સગા કાકા અપૂર્વભાઈ અને કાકી નિમિષાબેન પટેલ અમેરિકામાં નાગરિકતા ધરાવે છે તેમને સંતાનમાં એક દીકરો છે પરંતુ તેમને પરિવારમાં દીકરીની ખોટ વર્તાતી હતી. જેથી અપૂર્વભાઈએ પોતાના સગા મોટાભાઈની દીકરી પરીને માતા-પિતાનો પ્રેમ, હૂંફ, લાગણી અને પરિવાર મળે તે માટે દત્તક લેવાનો વિચાર પોતાની પત્‍ની નિમિષાબેન સાથે કર્યો હતો. પરંતુ આ વિચારને અમલમાં મુકવો કઠીન હતો કારણ કે, અમેરિકા અને ભારત સરકારના તમામ નિયમોનું પાલન કરવુ ફરજિયાત હતું. જેથી આ દંપતિએ પરીને દત્તક લેવા માટે વર્ષ 2022માં ઈન્‍ટર કન્‍ટ્રી રિલેટીવ એડોપ્‍શન માટે યુ.એસ.એ.માં અરજી કરી હતી. જે અરજી તા.25 ઓક્‍ટોબર 2023ના રોજ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સેન્‍ટ્રલ એડોપ્‍શન રિસોર્સ ઓથોરિટીએ પ્રિ-એપ્રુવલની મંજૂરી આપી હતી. જે સંદર્ભે યુ.એસ.એ. સરકારે તા.7 જૂન 2024ના રોજ પૂર્વ મંજૂરી આપતા સમગ્ર કેસ તા.18 સપ્‍ટેમ્‍બર 2024ના રોજ વલસાડ જિલ્લા બાળ સુરક્ષા એકમ પાસે આવ્‍યો હતો. તા.9ઓક્‍ટોબર 2024ના રોજ વલસાડ જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી એન.એન.દવે અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાની ઉપસ્‍થિતિમાં અમેરિકા સ્‍થિત અને વલસાડના તમામ પક્ષકારોની સુનાવણી થઈ હતી. જેના આધારે તા.16 ઓક્‍ટોબર 2024ના રોજ જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી એન.એન.દવે દ્વારા આ અમેરિકન દંપતિને બાળક દત્તક આપતો હુકમ કર્યો હતો.
આ દંપતિએ દીકરીને દત્તક લઈ તેના અધિકાર અને પારિવારિક વાતાવરણ પુરૂ પાડવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્‍યુ છે. સમાજના આવા બાળકોના અધિકારો સુરક્ષિત થાય અને પરિવારનો પ્રેમ અને હૂંફ મળે તે માટે સમાજે પહેલ કરવાની જરૂર છે. બાળકને દત્તક લેવા માટે ભારત સરકારની વેબસાઈટ રૂરૂરૂ.ણર્ૂીર્શ્વી.રૂણૂફુ.ંિંરુ.શઁ પર રજિસ્‍ટ્રેશન અને દત્તક વિધાન અંગેની તમામ વિગતો ઉપલબ્‍ધ છે. ભારત સરકારશ્રીની એડોપ્‍શન રેગ્‍યુલેશન-2022 મુજબનું દત્તક વિધાન કાનુની રીતે માન્‍ય છે.

Related posts

વાપીમાં સાબરકાંઠા પંચાલ સેવા સમિતિ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

દાનહ કોંગ્રેસ સમિતિ દ્વારા ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની કરવામાં આવેલી જોરશોરથી ઉજવણી

vartmanpravah

ઘરને તાળું મારી પારડી બાલાખાડીની યુવતી ચાલી ગઈ

vartmanpravah

ઉદવાડા રેલવે ફાટક હવેથી પર્મેનેન્‍ટલી બંધ : વાહન ચાલકોએ મોતીવાડા અથવા બગવાડા પુલથી અવર જવર કરવી પડશે

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા વિકસિતભારત સંકલ્‍પ યાત્રાના બીજા દિવસે ડુંગરા અને સુલપડમાં કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સરકારી પ્રાથમિક શાળા કચીગામના હેડમાસ્‍તર રતિલાલ જી. પટેલ સેવા નિવૃત થતાં આપવામાં આવેલું વિદાયમાન

vartmanpravah

Leave a Comment