October 14, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહઃ નેશનલ હેલ્‍થ મિશનના એકાઉન્‍ટન્‍ટે રૂા.42.50 લાખનું કરેલું ગબન

આરોપીની ધરપકડઅને તમામ રકમ જપ્ત કરવા પણ મળેલી સફળતા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15
દાનહના રાષ્‍ટ્રીય સ્‍વાસ્‍થ્‍ય અભિયાન વિભાગમાં એકાઉન્‍ટન્‍ટ તરીકે ફરજ બજાવનાર અધિકારી વિભાગમાંથી દર મહિને અપાતા કર્મચારીઓના પગાર આપવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જેના કારણે એણે એવા કર્મચારીઓના પગારમાંથી રકમ ચાઉં કરવાની શરૂઆત કરી હતી કે જે કર્મચારીઓ નોકરી છોડી ચાલી ગયા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર નેશનલ હેલ્‍પ મિશન (એનએચએમ) વિભાગમાં એકાઉન્‍ટન્‍ટ તરીકે ફરજ બજાવનાર સાહિલ ઉદય પરમાર જે કર્મચારીઓના પગારમાંથી પૈસા છેતરપીંડી કરી પોતાના બેન્‍ક ખાતામાં નાંખતો હતો. જેની જાણકારી વિભાગના અધિકારીને થતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા ધરપકડ બાદ પૂછપરછ દરમ્‍યાન સાહિલે જણાવ્‍યું હતું કે, એના પગારનું બેન્‍ક એકાઉન્‍ટ એચડીએફસી બેંકમાં છે પરંતુ એના બીજા પણ બે એકાઉન્‍ટ ખોલી રાખ્‍યા હતા. એક બેન્‍ક ઓફ બરોડા અને બીજું એક્‍સિસ બેંકમાં હતું. આ બન્ને એકાઉન્‍ટમાં એણે નોકરી છોડી ગયેલ કર્મચારીઓના પગાર ટ્રાન્‍સફર કર્યા હતા. જેની કુલ રકમ 42.50 લાખ રૂપિયા હતી.
પોતાના એકાઉન્‍ટમાં 42.50 લાખ રૂપિયા આવી ગયા બાદ 14 ઓગસ્‍ટના દિને પોતાના પદ પરથી રાજીનામુ આપ્‍યું હતુંઅને કેનેડા ભાગી જવાની તૈયારી કરી રહ્યો હતો. જે દરમ્‍યાન ડિપાર્ટમેન્‍ટને એના આ ગોટાળાની ખબર પડી ત્‍યારે એકાઉન્‍ટન્‍ટ સાહિલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ અંગે પોલીસ અધિકારીએ જણાવ્‍યું હતું કે નેશનલ હેલ્‍થ મિશન (એનએચએમ) દાદરા નગર હવેલીની ફરિયાદ બાદ એની વિરુદ્ધ આઇપીસી 409 અને 420 મુજબ ગુનો નોંધી સાહિલની વાપી સ્‍થિત હરિયા પાર્કમાં એના ફલેટમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
ત્‍યારબાદ સાહિલને કોર્ટમાં રજૂ કરાતા ત્રણ દિવસના પોલીસ રિમાન્‍ડ આપવામાં આવ્‍યા હતા. જે દરમ્‍યાન પોલીસે એના એકાઉન્‍ટમાંથી રૂા.42.50 લાખ જપ્ત કર્યા હતા અને ડિપાર્ટમેન્‍ટમાં ટ્રાન્‍સફર પણ કરી દીધા છે. આ અંગે સેલવાસ પોલીસ દ્વારા આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્‍યો છે.

Related posts

સેલવાસની દેવકીબા ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સમાં ગુરુ પૂર્ણિમાની કરાયેલી ઉજવણી

vartmanpravah

કોટલાવમાં ઓવરટેકની લ્‍હાયમાં કાર અને ટેમ્‍પો સામસામે અથડાયાઃ તમામનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

ધરમપુર વિલ્‍સન હિલ નજીક ડીકમ્‍પોઝ હાલતમાં મળેલી યુવતીની લાશ પ્રકરણમાં હત્‍યાનો ગુનો નોંધાયો

vartmanpravah

દમણ પરિવહન વિભાગે ડેન્‍ટલ અને એન્‍જિનિયરીંગ કોલેજમાં વિદ્યાર્થીઓને શીખવેલા રોડ સલામતિના પાઠ

vartmanpravah

આજે દમણના ક્રિકેટ ખેલાડી ઉમંગ ટંડેલ ગુજરાત ટીમથી કેરલની સામે રણજી ટ્રોફીમાં પદાર્પણ કરશે

vartmanpravah

દાનહ અને દમણ-દીવ જિલ્લાના કૃષિ સમ્‍માન નિધિ યોજનાના લાભાર્થીઓએ પોતાના બેંક ખાતાને આધાર સાથે લીંક અને eKYC કરાવવા જરૂરી

vartmanpravah

Leave a Comment