(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.10: ચીખલી તાલુકાના સોલધરા ગામના સડક ફળીયા ખાતે રહેતી જસુબેન અમ્રતભાઈ પટેલ (ઉ.વ-65) જે સોમવારના બપોરના સમયે ઘરે હોય દરમ્યાન પુત્ર જીગર અમ્રતભાઈ પટેલ (રહે.સડક ફળીયા સોલધરા તા.ચીખલી જી.નવસારી) આવી રૂપિયાની માંગણી કરતા જસુબેને અગાઉ આપેલ રૂપિયાનો હિસાબ માંગતા ઉશ્કેરાઈ ગયેલ પુત્ર એ ગમેતેમ ગાળો બોલી માતાને ધક્કો મારી નીચે પાડી દઇ માર માર્યા બાદ હાથમાં રહેલ દસ્તો મારી દેતા વધુ મારથી બચાવવાઆવેલ પુત્રીને પણ ઝપાઝપી દરમ્યાન મંગળસૂત્ર તોડી નુકશાન કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી જતા બનાવ અંગેની ફરિયાદ જસુબેન અમ્રતભાઈ પટેલે આપતા પોલીસે જીગર અમ્રતભાઈ પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ મહિલા હે.કો-જીનલબેન ગણપતભાઈ પટેલ કરી રહ્યા છે.