April 29, 2024
Vartman Pravah
દમણ

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા સેવા-સમર્પણ કાર્યક્રમ અંતર્ગત વિધવા અને વૃદ્ધોને સાડી-વોકિંગ સ્ટિકનું કરાયેલું વિતરણ

 

સરપંચ મુકેશ ગોસાવી અને જિ.પં.સભ્ય ફાલ્ગુનીબેન પટેલે લાભાર્થીઓના ઘરે જઈ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિનની શુભકામના સાથે વિધવા અને વૃદ્ધોના પુછેલા ખબર-અંતર

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. ૧૭ઃ દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની સેવા-સમર્પણ તરીકે ઉજવણી કરી પંચાયતની વિધવા મહિલાઓને સાડી તથા વૃદ્ધોને ટેકણ લાકડી (વોકિંગ સ્ટિક) ભેટ આપવામાં આવી હતી.
દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા સાડી અને ટેકણ લાકડી(વોકિંગ સ્ટિક) લાભાર્થીઓના ઘરે જઈ આપવામાં આવી હતી. વોકિંગ સ્ટિક જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવી હતી.
સાડી અને વોકિંગ સ્ટિકનું વિતરણ લાભાર્થીઓના ઘરે જઈ સરપંચ શ્રી મુકેશ ગોસાવી અને જિ.પં.સભ્ય શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલે કર્યુ હતું. આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મિટના, શ્રી રોહિત ગોહિલ, શ્રી સુલેખ દમણિયા, શ્રી કેવલ ખારવા, શ્રી ધીરુભાઈ બારી વગેરેઍ સંપૂર્ણ સહયોગ પ્રદાન કર્યો હતો.

Related posts

રાજસ્‍થાન ઝાલોરની ઘટના અંગે આંબેડકર ચળવળના દરેક સંગઠન મળી દાનહ કલેક્‍ટરને આવેદનપત્ર આપવામાં આવ્‍યું

vartmanpravah

ભાજપના રાષ્‍ટ્રીય હાઈકમાન્‍ડ દ્વારા દાનહ અને દમણ-દીવભાજપના યુવા નેતા વિશાલભાઈ ટંડેલને આસામ રાજ્‍યના ઓબીસી મોર્ચાના પ્રભારી તરીકેની આપેલી મહત્‍વની જવાબદારી

vartmanpravah

‘કરુણા ફાઉન્‍ડેશન’ દ્વારા અષાઢી બીજ તથા ગુરૂપૂર્ણીમાનાં પવિત્ર તહેવાર સંદર્ભે કતલખાના, નોનવેજનાં તમામ વેચાણ બંધ રખાવવા ગુજરાત સરકારને રજૂઆત

vartmanpravah

રખોલી પંચાયતમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં વરકુંડ પંચાયતમાં યોજાયો જીએસટી કેમ્‍પ

vartmanpravah

દમણમાં મશરૂમની ખેતીથી બહેનોને આત્‍મનિર્ભર બનાવવાના આયોજનને મળેલો વધુ વેગ

vartmanpravah

Leave a Comment