(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.14: ભારત સરકારના વિદ્યુત મંત્રાલયના આધિન ‘એક મહારત્ન’ સાર્વજનિક ઉદ્યમ પાવરગ્રિડકોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ(પાવરગ્રિડ)ના નિર્દેશક (પરિયોજના)નો પદભાર શ્રી બુર્રા વામસી રામ મોહને ગઈકાલ તા.13મી નવેમ્બર, 2024ના બુધવારના રોજ સંભાળ્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વ્યવસ્થાપનમાં સ્નાતકોતર ડિપ્લોમાની સાથે એન્જિનિયરિંગ સ્નાતકની પદવી ધરાવતા શ્રી બુર્રા વામસી પાવરગ્રિડમાં ઓ.એસ.ડી.(પ્રોજેક્ટ)ના રૂપમાં કાર્ય કરી ચુક્યા છે. તેમણે હાર્વર્ડ મેનેજમેન્ટર(એચએમએમ) કાર્યક્રમ પૂર્ણ કર્યો છે અને તેની સાથે જ પ્રતિષ્ઠિત ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેશના પાઠયક્રમોને પણ પૂર્ણ કર્યા છે. વીજળી અને દૂરસંચાર ક્ષેત્રોમાં ત્રણ દાયકાથી વધુના સમૃદ્ધ કાર્ય અનુભવની સાથે શ્રી બુર્રા વામસી પરિયોજના કાર્યાન્વયન અને ખરીદ વ્યવસ્થાપનમાં એક વિશિષ્ટ અનુભવ ધરાવે છે. તેમને પાવર સેક્ટર રેગ્યુલેટરી ફ્રેમવર્કની ઊંડી જાણકારી છે અને તેઓ પાવરગ્રિડમાં રેગ્યુલેટરી સેલના સંસ્થાપક સભ્ય પણ રહી ચુક્યા છે.
શ્રી વામસી પાવરગ્રિડની પ્રતિસ્પર્ધા આધારિત બોલી પ્રક્રિયા(ટેરિફ બેઈઝ્ડ કોમ્પિટિટિવ બિડિંગ)માં પ્રવેશના મુખ્ય વાસ્તુકારોમાંથી એક હતા, જેણે આખરે પાવરગ્રિડને કોમ્પિટિટિવ બિડિંગ રેઝિમમાં સફળતાપૂર્વક સ્થાપિત કર્યું.
પાવરગ્રિડ ટેલીસર્વિસીસ લિમિટેડના સી.ઈ.ઓ. રહ્યા હતા અને ટેલીકોમ વ્યવસાયના વિકાસ અને પાવરગ્રિડના પ્રથમ ડેટાસેન્ટરના કાર્યોનો શુભારંભ કરવામાં પણ શ્રી વામસીની મહત્ત્વપૂર્ણ ભમિકા રહી છે.
