February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પારડી ખાતે ‘‘પા પા પગલી” પ્રોજેક્‍ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ‘‘વાલીઓ સાથેનો સંવાદોત્‍સવ” કાર્યક્રમ યોજાયો

જીવન ઘડતરનાં પાયાના વર્ષોમાં ગુણવતાયુક્‍ત પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી બાળકોના સર્વાંગી વિકાસ વિશે ચર્ચા થઈ

બાળકોના સર્વાંગી વિકાસ અને તેમના ઉજજ્‍વળ ભવિષ્‍ય માટે વાલીઓ સાથે સંવાદોત્‍સવ ખુબ જ જરૂરી

વેસ્‍ટમાંથી બેસ્‍ટ ટીચિંગ લર્નિંગ મટિરિયલ બનાવી તેનું નિદર્શન પણ કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.20: વલસાડ પારડી ખાતે ‘‘પા પા પગલી” પ્રોજેક્‍ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ‘‘શિક્ષણની વાત, વાલીઓ સાથેનો સંવાદોત્‍સવ” કાર્યક્રમ હેઠળ ભૂલકા મેળો-2024 યોજાયો હતો. મોટીવેશનલ સ્‍પીકર ગૌરાંગભાઈ પટેલે જિલ્લાનાં વાલીઓ સાથે સંવાદ કર્યો હતો.
વલસાડ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણના અસરકારક અમલીકરણ માટેના પ્રોજેક્‍ટ ‘‘પા પા પગલી” અંતર્ગત આંગણવાડીનાં 3 થી 6 વર્ષના બાળકોના વિકાસને ધ્‍યાને રાખી ‘‘શિક્ષણની વાત, વાલીઓ સાથેનો સંવાદોત્‍સવ” રૂપે ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જિલ્લા કક્ષાનાં ભૂલકાં મેળાનાં કાર્યક્રમમાં વલસાડ જિલ્લાનાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, જિલ્લા પંચાયત ઉપપ્રમુખબ્રિજનાબેન પટેલ, મહિલા અને બાળ વિકાસ સમિતિનાં અધ્‍યક્ષ દિવ્‍યાબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્‍ય શૈલેશભાઈ પટેલ, મોટીવેશનલ સ્‍પીકર ગૌરાંગભાઈ પટેલ ઉપસ્‍થિત રહ્યાં હતા.
આ કાર્યક્રમમાં આંગણવાડીમાં આવતા નાના-નાના ભૂલકાંઓનાં જીવનમાં મહત્‍વનાં અને અમૂલ્‍ય એવાં જીવન ઘડતરનાં પાયાના વર્ષોમાં ગુણવતાયુક્‍ત પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી બાળકોના સર્વાંગી વિકાસ વિશે ચર્ચા કરવામાં આવી હતી. બાળકોમાં રહેલી આંતરિક શકિતઓને બહાર લાવી તેમને સક્ષમ સાહસિક બનાવવા માટે આંગણવાડી કાર્યકર-તેડાગર બહેનો અને ‘‘પા પા પગલી” યોજના અંતર્ગત કાર્યરત પ્રિ-સ્‍કૂલ ઇન્‍સ્‍ટ્રકટરોને વિશેષ ફાળો છે. બાળકોના સર્વાંગી વિકાસ અને તેમના ઉજજ્‍વળ ભવિષ્‍ય માટે વાલીઓ સાથે સંવાદોત્‍સવ ખુબ જ જરૂરી છે.
મોટીવેશનલ વક્‍તા ગૌરાંગભાઈ પટેલ દ્વારા ખૂબ જ સરસ અને જાગૃતિસભર સંવાદ સાધી પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્‍ય વિશે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં દરેક પ્રિ-સ્‍કૂલ ઇન્‍સ્‍ટ્રક્‍ટર દ્વારા અભ્‍યાસક્રમ અને સંકલ્‍પના આધારિત જે સરળતાથી પ્રાપ્ત અને વેસ્‍ટમાંથી બેસ્‍ટ એવાં ટીએલએમ (ટીચિંગ લર્નિંગ મટિરિયલ) બનાવી તેનું નિદર્શન કરવામાં આવ્‍યું હતું અને તેમનું શિક્ષણ વિભાગમાંથી આવેલી નિર્ણાયક કમિટી દ્વારા માર્કિંગ કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીયક્રમાંક આપવામાં આવ્‍યો હતો જેમાં વલસાડ ઘટક-2 પ્રથમ ક્રમે, ઉમરગામ ઘટક-1 દ્વિતીય ક્રમે અને વાપી ઘટક-2 તૃતીય ક્રમે વિજેતા થયા હતા. આંગણવાડીના નાના-નાના ભૂલકાઓ દ્વારા સાંસ્‍કળતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્‍યો. જિલ્લા કક્ષાનાં આ કાર્યક્રમનું સંચાલન જિલ્લા પ્રિ-સ્‍કૂલ ઇન્‍સ્‍ટ્રક્‍ટર રૂપાલી પાટીલ દ્વારા પ્રોગ્રામ ઓફિસર નીલમબેન પટેલનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યું હતું.

Related posts

પારડી હાઈવે ઉપર પેટ્રોલ ભરેલુ હેવી ટેન્‍કર ખાડામાં પટકાયું : પેટ્રોલ લીકેજ નહીથતા મોટી હોનારત ટળી

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોનાની સ્‍થિતિ ચિંતાજનક: સોમવારે 5 નવા કેસ સાથે કુલ 52 દર્દી નોંધાયા

vartmanpravah

ધરમપુર તાલુકાના બામટીથી નાની ઢોલડુંગરી રસ્તાની મરામત કામગીરી કરાઈ

vartmanpravah

ઉમરગામ ટાઉનમાં રાહુલ જવેલર્સ દુકાનને લૂંટારુઓએ ટાર્ગેટ બનાવી ત્રાટકેલા બે લૂંટારુઓએ જવેલર્સના માલિક ઉપર છરા વડે જીવલેણ હુમલો કરી સોના-ચાંદીની લૂંટ ચલાવી ભાગી છૂટયા

vartmanpravah

આદિજાતિ વિકાસ મંત્રી શ્રીનરેશભાઈ પટેલના હસ્‍તે બીલીમોરા નગરપાલિકામાં રૂા. 12 કરોડ અને ચીખલી તાલુકાના વિવિધ ગામોમાં રૂા.6.31 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

દાનહની દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સમાં 7 દિવસીય ‘વિશ્વ માનસિક આરોગ્‍ય સપ્તાહ’નું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment