Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સામરવરણી નજીક કાર દ્વારા સાયકલસવાર સાથે અકસ્‍માત સર્જી ભાગી રહેલા બુટલેગરોને દાનહ પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડયા: હુન્‍ડાઈ વેન્‍યુ કાર સહિત રૂા.11લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : ગુરૂવારની મધ્‍યરાત્રિએ સામરવરણી નજીક એક કારચાલક દ્વારા સાયકલ સવારને અડફેટમાં લઈ અકસ્‍માત સર્જીભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્‍યારે અહીં હાજર દાદરા નગર હવેલી પોલીસે તેમની પીસીઆર વાન દ્વારા કારનો પીછો કરીને ઝડપી પાડી હતી. કારની તલાસી લેતાં તેમાં ચાલક સહિત બે વ્‍યક્‍તિ હતા. કારમાં વધુ તપાસ કરતાં તેમાંથી ગેરકાયદેસર ભરેલ દારૂ અને બિયરનો જથ્‍થો મળી આવ્‍યો હતો. પોલીસે બે બુટલેગરો સહિત કાર અને દારૂ-બિયર મળી અંદાજીત રૂા.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુરુવારની મધ્‍યરાત્રી દરમ્‍યાન મસાટ ગામે સ્‍પ્રિંગ સીટી સોસાયટી નજીક ઇકો કાર અને સાયકલ વચ્‍ચે અકસ્‍માત થયો હતો તેથી પોલીસની પીસીઆર વાન ઘટનાની નોંધ લેવા અને જરૂરી કાર્યવાહી માટે ઘટના સ્‍થળે પહોંચી રહી હતી, ત્‍યારે પાછળથી એક હ્યુન્‍ડાઈ વેન્‍યુ કાર નંબર જીજે-16 – બીકે-2525 પણ ત્‍યાં આવી હતી. હ્યુન્‍ડાઈ વેન્‍યુ કારચાલકે પોલીસને જોઈ સ્‍થળ ઉપરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસને શંકા જતાં પીસીઆર વાનના પોલીસ કર્મચારીઓએ ભાગી રહેલ કારનો પીછો કર્યો હતો અને તેને અટકાવી તપાસ શરૂ કરી હતી. જેમાં (1)સંદીપ ઉમાશંકર યાદવ (ઉ.વ.30) અને (2)સુરજ બક્‍તાવરસિંગ બિસ્‍ત (ઉ.વ.30)બન્ને રહેવાસી બાવીસા ફળિયા- સેલવાસ નામના વ્‍યક્‍તિઓ હતા. જેઓ સહિત કારની વધુ તપાસ કરતા એમાંથી 1152 નંગ જેટલા ટુબર્ગ પ્રીમિયર બીયરના ટીન જેનીઅંદાજીત કિંમત 86,400 રૂપિયા જે કોઈપણ કાનૂની પરવાનગી વિના ભરીને લઈ જવામાં આવ્‍યા હતા. પોલીસે બંને વ્‍યક્‍તિઓની પૂછતાછ કરતાં તેઓએ લા હેરીટેજ હોટલ ખાનવેલમાંથી દારૂ ભરીને લાવ્‍યા હોવાનું જણાવ્‍યું હતું. આ ગેરકાયદેસર હ્યુન્‍ડાઈ વેન્‍યુ કારમાં ભરીને લઈ જવાતો બિયરનો જથ્‍થો અને કાર સહિતનો રૂા.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને કારમાં સવાર બંને વ્‍યક્‍તિની અટક કરી હતી. પોલીસે વધુ કાર્યવાહી માટે મુદ્દામાલ સહિત આરોપીઓને એક્‍સાઇઝ વિભાગને સોંપી દીધા હતા.

Related posts

દાદરા ગામમાં રહેતી પરપ્રાંતિય 19 વર્ષિય યુવતી પ્રિયાકુમારી પિન્‍ટુ સિંહા ગુમ

vartmanpravah

વાપીમાં આમ આદમી પાર્ટીનો વેપારી સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો : ભાજપ ઉપર આકરાપ્રહારો

vartmanpravah

વાપી રેલવેના નવા-જુના બે ગરનાળામાં પાણી ભરાઈ જતા અવરજવર જબરજસ્‍થ પ્રભાવિત બની

vartmanpravah

ઈન્‍સ્‍ટાગ્રામ પર મિત્રતા કેળવી પારડીના યુવકે વલસાડની યુવતીને ગર્ભવતી બનાવી તરછોડી, પી.બી.એસ.સી.એ જીવન બચાવ્‍યું

vartmanpravah

ચીખલીના રાનવેરી ખુર્દમાં દોઢ વર્ષે પણ આંગણવાડીનું બાંધકામ પૂર્ણ નહીં થતાં નાના ભૂલકાંઓ ઓટલા પર બેસી અભ્‍યાસ કરવા મજબૂર

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવના વિકાસ કામોની સમીક્ષા અને નિરીક્ષણ સાથે 2023ના નવા વર્ષની કરેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment