પ્રદેશની શિક્ષણ વ્યવસ્થા, આરોગ્ય સુવિધા, રોજગારના અવસરો, સરકારી યોજનાઓનું કાર્યાન્વયન, સામાજિક સૌહાર્દ તથા લઘુમતિ સમુદાયને અપાતી ઋણ(લોન) સહાયતા જેવી સુવિધાઓની કરેલી પ્રશંસા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : આજે રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના સભ્ય સુશ્રી સૈયદ શહજાદીએ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
અલ્પસંખ્યક આયોગની સભ્ય સુશ્રી સૈયદ શહજાદીએ દમણ ખાતે તેમની મુલાકાત દરમિયાનપ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સલાહકાર શ્રી અમિત સિંગલા અને વિવિધ વિભાગોના સચિવો તથા ઉચ્ચ અધિકારીઓ સાથે લઘુમતિ સમાજ સાથે સબંધિત તમામ યોજનાઓની સમીક્ષા કરી હતી અને લાગતા-વળગતા અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા.
સુશ્રી સૈયદ શહજાદીએ સંઘપ્રદેશમાં શિક્ષણ વ્યવસ્થા, આરોગ્ય સુવિધાઓ, રોજગારના અવસરો, સરકારી યોજનાઓનું કાર્યાન્વયન, સામાજિક સૌહાર્દ અને અલ્પસંખ્યકોને મળતી ઋણ(લોન) સહાયતા વગેરે જેવી સુવિધાઓની પ્રશંસા કરી હતી.