October 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

ચીખલી પોલીસ મથકના એક વિવાદિત પોલીસ કોસ્‍ટેબલથી ત્રસ્‍ત દારૂની હેરાફેરી કરતી મહિલાએ કોન્‍સ્‍ટેબલની સામે ઉચ્‍ચકક્ષાએ ફરિયાદ કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.08
ચીખલી પોલીસ મથકના એક વિવાદિત પોલીસ કોસ્‍ટેબલથી ત્રસ્‍ત દારૂની હેરાફેરી કરતી મહિલાએ કોન્‍સ્‍ટેબલની સામે ઉચ્‍ચકક્ષાએ ફરિયાદ કરતા પોલીસ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્‍યું હતું.ખાખી વર્દીનો રોફ જમાવી દમ મારી બલવાડા હાઇવે પરથી આ કોન્‍સ્‍ટેબલ અને તેના ફોલ્‍ડરિયા દ્વારા મહિલા પાસેથી દારૂ અને રોકડા રૂપિયા ખંખેરી લીધા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ચીખલી પોલીસ મથકમાં ફરજ બજાવતો એક કોસ્‍ટેબલ હાઇવે પરખાનગી વાહનોમાં દારૂની હેરાફેરી કરતી મહિલાઓને ઝડપી તોડપાણી કરતો હોવાની ફરિયાદ વચ્‍ચે થોડા દિવસ પૂર્વે આ બલવાડા પાસે સુરત વિસ્‍તારની એક મહિલાને દારૂ સાથે આ કોસ્‍ટેબલ દ્વારા મોકલવામાં આવશે તેના ફોલ્‍ડરિયા દ્વારા ઝડપી પાડી દારૂ અને રોકડા રૂપિયા પણ ખંખેરી લેતા મહિલાએ 100-નંબર પર ફોન કરી આ કોન્‍સ્‍ટેબલ વિરૂધ્‍ધ ફરિયાદ કરતા ઉચ્‍ચ પોલીસ અધિકારી દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્‍યું હતું.આ અગાઉ પણ આ કોસ્‍ટેબલ મહિલાઓ પાસેથી દારૂ અને રૂપિયા ખંખેરી લેતા વારંવાર આ કોસ્‍ટબલના ત્રાસથી ત્રસ્‍ત મહિલા દ્વારા ફરિયાદ કરાઇ હોવાનું જાણવા મળ્‍યું હતું.
ઉપરોક્‍ત કોસ્‍ટેબલ કેટલાક ઉચ્‍ચ પોલીસ અધિકારી સાથે સામાજિક રીતે ઘેરાબો ધરાવતો હોવાની પણ ચર્ચા પ્રકાશમાં આવી છે.પોલીસ મથકમાં ડાંગ જિલ્લાના વધઇ ના બે યુવાનોના અપમળત્‍યુ (કસ્‍ટડીયલ ડેથ) બનાવમાં પણ તે વિવાદમાં આવ્‍યો હતો.પરંતુ વગ ધરાવતો હોવાથી તેની ચીખલી પોલીસ મથકમાં જ ફરી પોસ્‍ટિંગ થતા તે સમયે પણ તે ચર્ચામાં આવ્‍યો હતો.
હાલે આ ફરિયાદ થતા આ કોસ્‍ટેબલ છેલ્લા ત્રણેક દિવસથી રજા પર હોવાનું જાણવા મળ્‍યું હતું.ત્‍યારે સમગ્ર મામલે ઉચ્‍ચ પોલીસ અધિકારી દ્વારા તટસ્‍થ તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહીકરવામાં આવશે કે પછી ભીનું સંકેલાશે તે જોવું રહ્યું.

Related posts

દિવાળીના પર્વ નિમિત્તે નવસારીની સર જે.જે. પ્રાયમરી શાળામાં વિવિધ સ્‍પર્ધાઓ યોજાઈ

vartmanpravah

વાપી નગરમાં અદ્વિતિય આત્‍મોત્‍થાન ગુરુહેમ સ્‍મૃતિ મંગલ ચાતુર્માસ પ્રવેશોત્‍સવની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

નેશનલ કુંગ ફુ ચેમ્‍પિયનશિપમાં નવસારીની આશ્રમશાળાનાં વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં 25-26મીએ કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

દાનહ એક્‍સાઇઝ વિભાગ દ્વારા ત્રણ જગ્‍યા પરથી ગેરકાયદેસર દારૂનો જથ્‍થો જપ્ત કરાયો

vartmanpravah

વાપી કરવડ અને કોચરવામાં આગના બે બનાવ બન્‍યા

vartmanpravah

Leave a Comment