October 14, 2025
Vartman Pravah
Breaking Newsવલસાડ

વલસાડના રોલા ગામે ચૂંટણી પરિણામ બાદ જીતના જોશમાં હારેલા મહિલા ઉમેદવાર ઉપર રોકેટ છોડયા

ઘાયલ ઉમેદવાર આશાબેનને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22
વલસાડ જિલ્લાની પંચાયત ચૂંટણી મતગણતરી બાદ પરિણામ જાહેર થયા પછી વિજયના નશામાં ગેલમાં આવી ગયેલા વલસાડ રોલા ગામે ઉમેદવારના સમર્થકોએ હારેલા મહિલા ઉમેદવાર ઉપર રોકેટ છોડતા મહિલા ઉમેદવાર દાઝ્‍યા હતા. તેમને તાકીદે સારવાર માટે વલસાડ ખસેડવામાં આવ્‍યા હતા.
ચૂંટણીઓ ગ્રામ્‍ય વિસ્‍તારમાં વૈમનસ્‍ય વેરઝેર વધારતી હોય છે. ગામમાં જુથવાદના ભાગલા પડી જતા હોય છે અને ક્‍યારેક અજુગતા પરિણામ પણ આવતા હોય છે. કંઈક એવી ઘટના વલસાડના રોલા ગામે ઘટી હતી. રોલા ગામે વોર્ડ સભ્‍યની ચૂંટણી લડેલા પ્રિયંકાબેન પાર્થિવભાઈ પટેલ જીત્‍યા હતા ત્‍યારે એમના હરિફ ઉમેદવાર આશાબેન હાર્યા હતા. રાતે પરિણામ જાહેર થયા બાદ ગામમાં પ્રિયંકાબેનના સમર્થકો ઉત્‍સાહના અતિરેકમાં ભાન ભુલ્‍યા હતા અને હારેલા ઉમેદવાર આશાબેન ઉપર રોકેટ છોડયું હતું તેથી આશાબેન બરડાના ભાગે દાઝી ગયા હતા. તાત્‍કાલિક તેમને વલસાડ સારવાર માટે ખસેડાયા હતા. વિજેતાસરપંચ ચિંતન પટેલ માત્ર તમાશો જોતા જ રહેલા તેથી ઘટનાને લઈ વાતાવરણ તનાવભર્યુ બની ગયું હતું.

Related posts

વલસાડ જિલ્લા 25 કેન્‍દ્રો ઉપર ગુજકેટની જાહેર પરીક્ષા પૂર્ણ : 6124 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

vartmanpravah

વાપી બલીઠામાં ઉપ જિલ્લા હોસ્‍પિટલની કામગીરી પ્રગતિમાં : 113 બેડની ક્ષમતા સાથે તમામ આધુનિક સેવા મળશે

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસ યુવા પાંખના પ્રમુખ તરીકે કુંજલબેન પટેલનો ભવ્‍ય વિજય

vartmanpravah

મોતીવાડા હાઈવે પાસે અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતા રોહીણાના મોટર સાયકલ સવારનું કરૂણ મોત

vartmanpravah

દમણના સોમનાથ વિસ્‍તારમાં 62 વર્ષીય મહિલાની લૂંટ અને હત્‍યાઃ પોલીસે આરોપીની કરી ધરપકડ

vartmanpravah

પારડી હાઈવે ઉપર ચાર વાહનો વચ્‍ચે વિચિત્ર અકસ્‍માત

vartmanpravah

Leave a Comment