(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.02
દીવના નવાબંદર ખાતેના ગુજરાત મત્સ્યોધ્યોગ કેન્દ્રિય સહકારી સંસ્થા લિમિટેડ દ્વારા સંચાલિત ડીઝલ પંપના મશીનો બદલાવા માંગ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર યુવા કોળી સમાજના પ્રદેશ પ્રમુખ શ્રી રસિકભાઈ ચાવડાએ કલેકટર તથા મામલતદાર ઉનાને પત્ર લખી માંગ કરી છે કે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદર ખાતે આવેલ ગુજરાત મત્સ્યોધ્યોગ કેન્દ્રિય સહકારી સંસ્થા લિમિટેડ દ્વારા સંચાલિત ડીઝલ પંપની તપાસ બાબતે રજૂઆત કરેલી હતી.
આ નવાબંદર ખાતેના ડીઝલ પંપમાં ડીઝલ પૂરવા માટેના જુનવાણી સિસ્ટમના મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે. હાલ ખૂબ જ આધુનિક મશીનો ડીઝલ પૂરવા માટે આવેલ છે. છતાં નવા બંદર ખાતેના ડીઝલ પંપમાં એકદમ જૂની ખખડધજ મશીનરી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે અશિક્ષિત અને અભણ માછીમારો કે જેને તોલમાપ કે અન્ય કોઈ માહિતી હોતી નથી. આ પંપના સંચાલકો દ્વારા ગેરલાભ ઉઠાવવામાં આવતો હોય એવી આશંકા છે.
આ ડીઝલ પંપમાં યોગ્ય તપાસ કરવામાં આવેતેવી અમારી માગણી છે અને નવાબંદર ખાતે નવા ડીઝલ પુરવાનું મશીન મુકવામાં આવે તેવી માંગ રસિક ચાવડા એ કરી છે હવે વહીવટી તંત્ર તપાસ કરે છે કે કેમ તે તો આવનાર સમય જ બતાવશે.