April 30, 2024
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખ

સંઘપ્રદેશ પ્રશાસન : અસંભવથી સંભવ, નમો મેડિકલ કોલેજનો આરંભ અને માંડ દોઢ વર્ષમાં 331 પોસ્‍ટો માટે નાણાં મંત્રાલયની મંજૂરી

  • હવે દાનહની નમો મેડિકલ કોલેજમાં વિવિધ રોગોના નિષ્‍ણાંત, અનુભવી ડોક્‍ટરો ઉપલબ્‍ધ રહેવાથી સુરત અને મુંબઈ વચ્‍ચે દાદરા નગર હવેલી આરોગ્‍ય સેવાનું હબ પણ બનશે

  • પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના અનેક ઉપકારોનું કરજ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવ કેવી રીતે ચૂકવશે ?

દાદરા નગર હવેલી અને દમણ-દીવ જેવા ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશ માટે મેડિકલ કોલેજની ફાળવણી થઈ શકે તે 2019ના પ્રારંભ સુધી કોઈ જાણતું નહી હતું. 2019ના માર્ચમાં મેડિકલ કોલેજની સ્‍થાપના માટે મંજૂરી મળે અને તે વર્ષે જ મેડિકલ કોલેજ પણ શરૂ થઈ શકે તે આખી ઘટના જ અસંભવ લાગતી હતી અને કોલેજ શરૂ થયાના માંડ દોઢ વર્ષની અંદર ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા મેડિકલ કોલેજ માટે 331 પોસ્‍ટોના ક્રિએશન માટેમંજૂરી આપવામાં આવે તે સંભવતઃ દેશની પ્રથમ ઘટના હશે. આ અસંભવ કામને સંભવ બનાવવા પાછળ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રત્‍યે રહેલી કૃપાદૃષ્‍ટિ અને સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલની કૂનેહને ફાળે જાય છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મેડિકલ કોલેજનો આરંભ થવાથી પ્રદેશની બદલાનારી સ્‍થિતિનો કયાશ આજે આવતો નથી પરંતુ આવતા દસ વર્ષમાં મેડિકલ કોલેજથી દાદરા નગર હવેલી અને દમણ-દીવની ઓળખ રાષ્‍ટ્ર વ્‍યાપી બનશે એમા કોઈ શક નથી.
આજે પણ દાદરા નગર હવેલીની વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ ફક્‍ત દાદરા નગર હવેલી કે દમણ-દીવના જ નહી પરંતુ ગુજરાત અને મહારાષ્‍ટ્રના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બનેલી છે. હવે મેડિકલ કોલેજ પણ વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ સાથે સંલગ્ન હોવાથી વિવિધ બિમારીના નિષ્‍ણાંત ડોક્‍ટરોની સેવા પણ સહજ થશે. કારણ કે મેડિકલ કોલેજ માટે પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર કે ટયુટર જેવા પદ ઉપર ભરતી થનારાઓ પોતાના વિષયમાં માસ્‍ટર અને વર્ષોના અનુભવી હશે. જેનો લાભ પણ આ વિસ્‍તારની પ્રજાને મળવાનો છે. જેના કારણે સુરતથી મુંબઈ વચ્‍ચે દાદરા નગર હવેલીની નમો મેડિકલ કોલેજ વિવિધ રોગોના ઈલાજ માટે પ્રતિષ્‍ઠિત બનશે એવુંઆકલન વ્‍યક્‍ત કરવું અસ્‍થાને નથી.
અત્રે યાદ રહે કે, મુંબઈની કે.ઈ.એમ. અને સાયન જેવી મુંબઈ મહાનગર પાલિકા સંચાલિત હોસ્‍પિટલોમાં વિવિધ રોગોની સારવાર માટે લોકો દેશભરથી ઉમટી પડે છે તેવી રીતે દાદરા નગર હવેલીની નમો મેડિકલ કોલેજ અને રિસર્ચ ઈન્‍સ્‍ટિયૂટ આવતા દિવસોમાં પોતાની શાખથી દેશની નામાંકિત મેડિકલ કોલેજમાં પણ પોતાનું સ્‍થાન અંકિત કરી શકે એવા પૂરા સંજોગો છે.
જ્‍યાં સુધી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની ‘અમી નજર’ આ પ્રદેશ ઉપર રહેશે ત્‍યાં સુધી આરોગ્‍ય, શિક્ષણ, સંસ્‍કૃતિ અને સુંદરતાના શ્રેષ્‍ઠ સર્જનમાં ઉની આંચ પણ નહી આવે એવો વિશ્વાસ દૃઢ બનેલો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના અનેક ઉપકારોનું કરજ ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઉપર ચડયુ છે. કારણ કે, પહેલી વખત દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઉપર ભારત સરકાર અને સ્‍વયં પ્રધાનમંત્રીની પણ કૃપાદૃષ્‍ટિ રહી છે. પ્રદેશની જનતા રાષ્‍ટ્ર નિર્માણમાં પોતાનો સહયોગ આપી આ ઋણ ચૂક્‍તે કરશે એવો અમને વિશ્વાસ છે.
—-
સોમવારનું સત્‍ય
2016ના ઓગસ્‍ટ પહેલા દમણ-દીવ અને દાદરા નગર હવેલીની સ્‍થિતિ સઢ વગરના વહાણ જેવી હતી. ભારત સરકારથી આવતા પ્રશાસકો પાસે મર્યાદિત સત્તા અને સંપર્કો હતા. જમીનો એન.એ. કરવી કેનવા નવા લાઈસન્‍સો આપવા તે પ્રશાસનની પ્રાથમિકતા રહેતી. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં પહેલી વખત છેવાડેના લોકોને બેઠા કરવાની નીતિ પ્રશાસને અપનાવી છે. જેની અસર હજુ આવતા પાંચ-દસ વર્ષમાં દેખાશે, ત્‍યારે ખબર પડશે કે આપણું હિત રક્ષક કોણ હતું?

Related posts

વાપીના ચલા ખાતે 123મી રંગ જયંતીની ભક્‍તિભાવ પૂર્વક કરોલી ઉજવણી

vartmanpravah

દાનહમાં બી.એસ.સી. અને નર્સિંગ કોલેજમાં એડમિશન નહીં મળતાં વિદ્યાર્થીનીઓએ કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મસમાજ વાપીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

vartmanpravah

વલસાડના રોલા ગામે ચૂંટણી પરિણામ બાદ જીતના જોશમાં હારેલા મહિલા ઉમેદવાર ઉપર રોકેટ છોડયા

vartmanpravah

આછવણી પ્રગટેશ્વર શિવ પરિવાર દ્વારા મલ્લિકાર્જુન જ્‍યોતિર્લીંગ તીર્થ ખાતે પાંચ કુંડી મહારુદ્ર યજ્ઞ કરાયો

vartmanpravah

આજે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા આદિવાસી સમાજના સહયોગથી સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં થનારી ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી

vartmanpravah

Leave a Comment