April 30, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ કલેક્‍ટરાલય ખાતે સીડીએસ બિપીન રાવત સહિતના દિવંગતો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

કલેક્‍ટર, ડે.કલેક્‍ટર સહિત પદાધિકારીઓ અને અધિકારીઓએ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, દમણ,દીવ તા.10
તમિલનાડુ ખાતે હેલિકોપ્‍ટર દુર્ઘટનામાં શહીદ થયેલા સ્‍વર્ગસ્‍થ સીડીએસ-જનરલ શ્રી બિપિન રાવત, તેમની પત્‍ની શ્રીમતી મધુલિકા રાવત અને અન્‍ય 11 આર્મી પર્સનલને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમજ દિવંગતોની આત્‍માની શાંતિ માટે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના સલાહકાર શ્રી એ.કે.સિંઘ(આઈએએસ), આરોગ્‍ય સચિવ ડો. એ.મુથમ્‍મા(આઈએએસ), ડીઆઈ શ્રી વિક્રમજીત સિંહ(આઈપીએસ) સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ ઓફ પોલીસ, શ્રી અમિત શર્મા(આઈપીએસ) સહિત અધિકારીઓ દ્વારા મૌન પાળવામાં આવ્‍યું હતું.
દમણ કલેક્‍ટર કચેરી ખાતે કલેક્‍ટર ડો.તપસ્‍યા રાઘવની ઉપસ્‍થિતિમાં વિવિધ વિભાગો દ્વારા મૃતકોના આત્‍માને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ અવસરે ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા, મામલતદાર શ્રી એસ.એસ.ઠક્કર સહિત કલેક્‍ટર કચેરીનો સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યો હતો. તેવી જ રીતે, દાદરા અને નગર હવેલી સેલવાસની કલેક્‍ટર કચેરી ખાતે, શ્રીમતી ચાર્મી પારેખ, ડેપ્‍યુટી કલેક્‍ટર, સેલવાસનાપદાઅધિકારીઓ અને અધિકારીઓ સાથે અરજદારો અને મુલાકાતીઓએ શ્રદ્ધાંજલિ પ્રાર્થના કરવા માટે ઉપસ્‍થિત રહ્યા હતા.
દીવમાં જિલ્લા કલેક્‍ટરાલય ખાતે ભારતના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમના પત્‍ની શ્રીમતી મધુલિકા રાવત અને અન્‍ય 11 આર્મી અધિકારીઓની યાદમાં આજરોજ તા. 10/12/2021ના રોજ દીવ કલેક્‍ટર કચેરીના ઓડિટોરિયમમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ શ્રદ્ધાંજલિ સભામાં દીવ કલેક્‍ટર શ્રીમતી સલોની રાય, એડીએમ શ્રી વિવેક કુમાર, મદદનીશ આબકારી કમિશનર, દીવ કચેરીઓના અધિકારીઓ, તબીબો, જન પ્રતિનિધિઓ અને કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ સભામાં દિવંગત આત્‍માઓની શાંતિ માટે 02 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
નોંધનીય છે કે, મા ભારતીના બહાદુર પુત્ર, મહાન યોદ્ધા અને દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્‍સ સ્‍ટાફ શ્રી બિપિન રાવત અને તેમની પત્‍ની શ્રીમતી મધુલિકા રાવતનું હેલિકોપ્‍ટર દુર્ઘટનામાં મળત્‍યુ થયું હતું.
અચાનક હેલિકોપ્‍ટર દુર્ઘટનામાં 11 અન્‍ય સેના અધિકારીઓ પણ શહીદ થયા હતા. તેમની યાદમાં આજે પ્રશાસન દ્વારા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇઃ

vartmanpravah

દમણ જિ.પં.ના અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલે ખેડૂતોને ડાંગરના ઉન્નત બિયારણનું કરેલું વિતરણ: જિ.પં. ઉપ પ્રમુખ બાબુભાઈ પટેલે પણ આપેલો સહયોગ

vartmanpravah

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં વિશ્વ એઈડ્‍સ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડ શહેરમાં પુસ્‍તક પરબ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં નવદુર્ગા યજ્ઞ સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment