Vartman Pravah
Breaking Newsવલસાડવાપી

વલસાડ જિલ્લાના વિવિધ મતગણતરી મથકો ઉપર પરોઢ સુધી મતગણતરી ચાલી

સમર્થકો મતગણતરી કેન્‍દ્રો ઉપર આખી રાત જાગ્‍યા : અડધી રાત પછી પણ છીરી જેવા ગામમાં વિજય યાત્રા નિકળી
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22
વલસાડ જિલ્લાની 302 જેટલી ગ્રામ પંચાયતોની રવિવારે યોજાયેલ ચૂંટણી બાદ મંગળવાર સવારે 6 વાગ્‍યાથી છ તાલુકામાં વિવિધ મતગણતરી કેન્‍દ્રો ઉપર મત ગણતરી ચાલુ કરવામાં આવી હતી. મંગળવારે ચાલુ થયેલી મતગણતરી બુધવાર મળસ્‍કે પરોઢ સુધી ચાલુ રહી હતી.
વલસાડ જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોની ચૂંટણી બાદ મતગણતરી મંગળવારે ચાલુ કરવામાં આવી હતી. સવારે 6 કલાકથી ચાલુ થયેલી મતગણતરી બીજા દિવસે બુધવારે ચાર વાગ્‍યા સુધી ચાલી હતી. કારણ કે બેલેટ પેપરથી મતદાન થયુ હોવાથી મતગણતરી ધીમી ગતિએ આગળ વધતી હતી. પ્રારંભમાં નાની-નાની પંચાયતોની મતગણતરી શરૂ કરાઈ હતી. ત્‍યારબાદ મોટા ગામોની મતગણતરી હાથ ધરાઈ હતી. કેટલીક પંચાયતના પરિણામ પરોઢે ત્રણ-ચાર વાગે જાહેર કરવામાં આવ્‍યા હતા. તો બીજી તરફ ઠંડીમાં પણ પરોઢ સુધી ઉમેદવારના ટેકેદારો અને સમર્થકો આખી રાત મતગણતરી કેન્‍દ્રો આસપાસ ઉભા રહેલા જોવા મળ્‍યા હતા. કેટલાકગામોમાં તો અડધી રાત પછી પણ વિજય સરઘસ નિકળ્‍યા હતા.

Related posts

નરોલીની મુલાકાત દરમિયાન પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો ભાજપ-શિવસેનાના પ્રતિનિધિઓએ કરેલો ઉષ્‍માભર્યો આદર-સત્‍કાર

vartmanpravah

દાદરા નગર હવેલી પોલીસ દ્વારા સેલવાસ અને ખાનવેલમાં જન સુનાવણી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

જેસીઆઈ નવસારીના પ7મા સ્‍થાપના દિનની ઉજવણી પ્રસંગે જેસીઆઈ નવસારીના નવા પ્રમુખ તરીકે હાર્દિક પટેલની વરણી કરાઈ

vartmanpravah

હાલમાં જૈન ધર્ણના પવિત્ર પર્યુષણ પર્વ ચાલી રહ્યો છે

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત આંતર જિલ્લા સરકારી શાળાઓ માટે વરકુંડ કોમ્‍પલેક્ષનો રમતગમત મહોત્‍સવ સંપન્ન

vartmanpravah

નગરના લોકોના રક્ષણની જવાબદારી ઉઠાવતી પારડી પાલિકા

vartmanpravah

Leave a Comment