October 15, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના સર્વાંગી વિકાસના ભણકારા સાથે સુસ્‍વાગતમ્‌-2024: અલવિદા-2023

  • 2023નું વર્ષ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે અનેક મોરચે મહત્‍વનું રહ્યું

  • 2024નું વર્ષ એટલે સમૃદ્ધ ભવિષ્‍યના ચણતરનો કાળખંડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.31 : આજે દમણ-દીવ અને દાદરા નગર હવેલીની લગભગ તમામ નાની-મોટી હોટલોમાં હાઉસફૂલના પાટિયા સાથે પ્રવાસીઓના ઉમટેલા ઘોડાપૂર વચ્‍ચે 2023ની વિદાય થઈ રહી છે અને સર્વાંગી સમૃદ્ધ ભવિષ્‍યના ભણકારા સાથે 2024ના આગમનને સત્‍કારવા બધાએ ચિઅર્સ પણ કર્યું છે.
રાષ્‍ટ્રીય સ્‍તરે 2023ના વર્ષમાં અનેક બાબતોમાં દાદરા નગર હવેલી અનેદમણ-દીવે પોતાનું ધ્‍યાન આકર્ષિત કર્યું છે. નાની દમણ જેટીથી દેવકા-કડૈયા સુધીના વિશાળ બીચ રોડ ‘નમો પથ’નો આરંભ પણ 2023માં જ થયો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પણ પ્રદેશની મુલાકાત લઈ પોતાના સ્‍નેહની લાગણી પણ છલકાવી છે. વિશાળ નમો મેડિકલ કોલેજના અદ્યતન ભવનના આરંભ સાથે અદ્યતન આરોગ્‍ય સેવાનો સંકલ્‍પ પણ સાકાર થઈ રહ્યો છે. 2023ના વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ વધુ પરિપક્‍વ અને વિકસિત ભારત સાથે તાલ મેળવી શકે એવું વાતાવરણ નિર્માણ કરવા સફળ રહ્યું છે.
હવે આજથી 2024ના નૂતન વર્ષનો સૂર્યોદય પ્રદેશના સર્વાંગી વિકાસ અને સમૃદ્ધ ભવિષ્‍યના ભણકારા સાથે શરૂ થઈ રહ્યો છે. આ વર્ષ ચૂંટણીનું વર્ષ હોવાથી પ્રદેશના લોકોના ભવિષ્‍યનો ફેંસલો પણ એક મતના માધ્‍યમથી થવાનો છે. તેથી પ્રદેશના મતદારો તરીકે દરેક નાગરિકની કસોટી પણ એરણે ચડશે અને બહુમતિ મતદારો તથા નાગરિકોના ઝોકને જોતાં આવતા દિવસો દાદરા નગર હવેલી અને દમણના રહેવાના છે એવું સ્‍પષ્‍ટ દેખાઈ રહ્યું છે.
2024નું વર્ષ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ સહિત સમગ્ર રાષ્‍ટ્ર અને વિશ્વ માટે પણ વિકાસના નવા દરવાજા ખુલનારૂં સાબિત થાય એવી અભ્‍યર્થના પણ અમો પ્રગટ કરીએ છીએ.

Related posts

સેલવાસના ડોકમરડીમાં યુવાને ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી

vartmanpravah

વલસાડમાં આયોજીત થનાર હંગામી ફટાકડા બજારનો ઓરિએન્‍ટલ વિમા કંપનીએ વિમાની ના પાડતા કલેક્‍ટરમાં રજૂઆત

vartmanpravah

ચીખલી તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ડેપ્‍યુટી સરપંચોની ચૂંટણી યોજાઈ

vartmanpravah

વાપીની ડુપેન લેબોરેટરીઝ કંપની ફરી વિવાદોના ઘેરામાં: કામદારોના હિસાબ મામલે મેનેજમેન્‍ટના અખાડાનો આક્ષેપ

vartmanpravah

ચીખલી પંથકમાં કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન : કરા પડયા

vartmanpravah

ચીખલી હાઈવે પર એસટી બસ અને કાર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

Leave a Comment