(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે સોમવારે આરોગ્ય વિભાગની 12 ટીમના સહયોગથી કોરોના સામે રક્ષણ આપતી રસી કોવેક્સિન ધોરણ 9 થી 12 ના 658 વિદ્યાર્થીઓને મુકવામાં આવી હતી.
શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર, સલવાવ સંચાલિત શ્રી સ્વામિનારાયણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ તથા શ્રી સ્વામિનારાયણ ણૂણુતફૂ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ, શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ (ગ્રાન્ટેડ) માં ધોરણ 9 થી 12 મા અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે શાળા કેમ્પસમાં સોમવારે આયોજીત વેક્સિનેશન કેમ્પસમાં વટારના ડો.વિરલભાઈ પટેલના નેજામાં આરોગ્ય કર્મીઓની 12 ટીમ વેક્સિનેશન માટેના જરૂરી સાધનો લઈને આવી પહોંચ્યા હતા. શાળાના આચાર્યશ્રી રીનાબેન દેસાઈ, આચાર્યશ્રી મિનલબેન દેસાઈ તથા આચાર્યશ્રી દક્ષાબેન પટેલ દ્વારા વાલીશ્રીઓને વેક્સિનેશન માટે મોટીવેટ કરવામાં આવ્યા હતા જેના પરિણામે 658 વિદ્યાર્થીઓના વાલીઓની સંમતિ તથા વેક્સિનેશન માટેરજિસ્ટ્રેશન કરાવી વેક્સિનેશન કેમ્પને સફળ બનાવ્યો હતો. મહત્વની વાત એ રહી હતી કે વેક્સિનેશન બાદ એકપણ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની તકલીફ થઈ નહોતી.