Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ જિલ્લામાં કોરોનાની રોકેટ ગતિની રફતાર મંગળવારે 310 નવા કેસ : 1076 સક્રિય:  ત્રણ દિવસથી એવરેજ 300 કેસ નોંધાઈ રહ્યા છે142 દર્દી સાજા થયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18
વલસાડ જિલ્લામાં કોરોના ચિંતાજનક રોકેટ ગતિની રફતારથી રોજેરોજ વધી રહ્યો છે. મંગળવારે જિલ્લામાં નવા 310 કેસો નોંધાયા છે. પાછલા ત્રણ દિવસથી રોજેરોજ 300 ઉપરાંત પોઝિટીવ કેસ નોંધાતા રહેતા આરોગ્‍ય વિભાગની ઉંઘ હરામ થઈ છે.
વલસાડ જિલ્લામાં મંગળવારે 310 નવા કેસની સાથે જિલ્લામાં 1076 પોઝિટીવ કેસ એકટીવ વે. આજે 142 જેટલા દર્દી સાજા થતા રજા આપવામાં આવી હતી. જ્‍યારે આજે એક દર્દીનું મોત નિપજ્‍યું હતું. જિલ્લામાં વલસાડ વિસ્‍તારમાં 129, પારડીમાં રર, વાપીમાં 127, ઉમરગામમાં 9, ધરમપુરમાં 23 અને કપરાડામાં 02 કેસ મળી કુલ 310 કેસો નોંધાયા હતા. કોરોના વલસાડ જિલ્લામાં રોકેટ ગતિની રફતારથી આગળ દિન પ્રતિદિન વધી રહ્યો છે. જે ચિંતાજનક બાબત છે. હવે લગ્નસરાની સિઝન ચાલુ થશે ત્‍યારે કોરોનાની ગાઈડલાઈનનું પાલન નહી થાય તો સ્‍થિતિ વણસી શકે એવું લાગી રહ્યું છે.

Related posts

વાપીની કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજનો ટી.વાય.બી.એસ.સી.ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભૂસ્‍તર વિભાગમાં સરકારની નીતિ સામે ટ્રક ચાલકોને પડી રહી છે હાલાકી

vartmanpravah

વલસાડ જિલ્લાના મોરાઈ, ભિલાડ અને ઉદવાડાને સ્‍માર્ટ વિલેજમાં સામવેશ કરાયો

vartmanpravah

વાપી ગુંજન ઓવરબ્રિજ પાસે સાંઈ મેજીસ્‍ટીક બિલ્‍ડિંગની પાંચ દુકાનોના તાળા તૂટયા

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ પોસ્‍ટ ઓફિસમાં ફિનાકલ સોફટવેરમાં ક્ષતિ સર્જાતા લાખો ખાતેદાર મુંજવણમાં મુકાયા

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ૧૪.૮૪ ઇંચ સાથે મોસમનો ૮૪.૬૫ ઇંચ વરસાદ

vartmanpravah

Leave a Comment