Vartman Pravah
તંત્રી લેખ

સંઘપ્રદેશમાં સ્‍વચ્‍છતા અભિયાને પકડેલું લોકઆંદોલનનું સ્‍વરૂપ

  • સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે છેલ્લા પાંચ વર્ષમાં પોતાની દિર્ઘદૃષ્‍ટિ, ઈચ્‍છાશક્‍તિ અને જનમાનસને પારખી શરૂ કરેલા પ્રયાસથી આજે દમણ શહેર-ગામ તથા દરિયા કિનારો તેમજ સેલવાસ અને ગ્રામ્‍ય વિસ્‍તારો પણ ચોખ્‍ખા ચણાક બની ગયા છે

  • હવે ખાસ કરીને ગ્રામ્‍ય વિસ્‍તારોને કચરાપેટી મુક્‍ત બનાવી સુકા અને ભીના કચરાને અલગ તારવી સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ માટે શરૂ કરેલી પહેલનું પણ પરિણામ હકારાત્‍મક મળવાનો વિશ્વાસ

જો તમારી પાસે દિર્ઘદૃષ્‍ટિ, ઈચ્‍છાશક્‍તિ અને જનમાનસને પારખવાની શક્‍તિ હોય તો, તમે ધારેલા પરિણામો મેળવી શકો તે વાત આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવના બદલાયેલા વાતાવરણ અને ઠેર ઠેર જોવા મળતી સ્‍વચ્‍છતાથી તુલના કરી શકો છો. પાંચ વર્ષ પહેલા દમણ શહેર, દમણનો દરિયા કિનારો તેમજ સેલવાસ શહેર અને આજુબાજુનો વિસ્‍તાર તથા મુખ્‍ય માર્ગો ઉપર ગંદકી ઉભરાયેલી દેખાતી હતી. મુખ્‍ય માર્ગો અને તેની આજુબાજુ પણ ગંદકીના ડુંગરો ખડકાયેલા રહેતા હતા, પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ 2014ના 1પમી ઓગસ્‍ટે સ્‍વચ્‍છ ભારત અભિયાનની કરેલી જાહેરાત બાદ દમણ અને દીવમાં 2016ના ગાંધી જયંતિના દિવસથી શરૂ થયેલ સ્‍વચ્‍છતા અભિયાન લોક આંદોલનમાં પરિણમતાઆજે દમણ શહેરજ નહીં પરંતુ દમણનો દરિયા કિનારો, દમણના ગ્રામ્‍ય વિસ્‍તારો પણ ચોખ્‍ખા અને ચણાક દેખાય છે. તેવી જ રીતે દાદરા નગર હવેલીમાં પણ 26મી જાન્‍યુઆરી, ર017થી શરૂ થયેલા સ્‍વચ્‍છતા અભિયાનના પરિણામે લોકોની આદત બદલવા પ્રશાસન સફળ રહ્યું છે. જેનો શ્રેય પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કાબેલ પ્રશાસનિક અભિગમના ફાળે જાય છે.
દમણમાં પહેલા દરિયા કિનારે સવારે કુદરતી હાજતે જનારાઓની લાંબી લાંબી લાઈનો દેખાતી હતી. મોર્નિંગ વોક કરનારાઓએ મોં નીચે રાખી રેતી ઉપર જોઈને ચાલવાની ફરજ પડતી હતી. પરંતુ હવે આ લાંબી લાંબી કતારો બંધ થઈ છે અને હજુ કેટલાકોની આદત છુટી નથી પરંતુ લોકોની સતત પડતી નજરના કારણે તેમની આદત પણ છુટી જશે એવો વિશ્વાસ વ્‍યક્‍ત થઈ રહ્યો છે.
સંઘપ્રદેશમાં સ્‍વચ્‍છતા અભિયાનને જન આંદોલનનું સ્‍વરૂપ પુરુ પાડવામા પ્રદેશના જન પ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો, ઔદ્યોગિક સંગઠનના પ્રતિનિધિઓ, મીડિયા કર્મીઓ તથા આમ પ્રજાની પણ મહત્‍વની ભૂમિકા રહી છે. કારણ કે પ્રશાસને છોડેલા એક વિચારને વ્‍યવહારિક રૂપથી અમલી બનાવી સ્‍વચ્‍છતા ત્‍યાં પ્રભુતાનો ભાવ પ્રગટાવવા પણ જન આંદોલનમાં પરિણમેલું સ્‍વચ્‍છતા અભિયાન સફળ રહ્યું છે.
હવે સંઘપ્રદેશપ્રશાસને ખાસ કરીને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ઘન કચરાના વ્‍યવસ્‍થાપન માટે કમર કસી છે. જેના કારણે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ઠેર ઠેર મુકવામાં આવતી કચરા પેટીથી આઝાદી મળશે. તેની જગ્‍યાએ સફાઈ કર્મી હવે ગ્રામ્‍ય વિસ્‍તારોના ઘરેથી કચરો ઉઠાવીને લઈ જશે. જેમાં સુકો અને ભીનો કચરો અલગ-અલગ ડબ્‍બામાં જુદો તારવવાની કાળજી લેવી પડશે. આ પ્રકારની વ્‍યવસ્‍થા દેશના અનેક મહાનગરોમાં કાર્યરત છે. હવે સંઘપ્રદેશ પ્રશાસને પણ તેનો અમલ શરૂ કર્યો છે ત્‍યારે તે અવશ્‍ય સફળ થશે એવો વિશ્વાસ પણ દૃઢ બનેલો છે.
રાષ્‍ટ્રીય સ્‍તરે જ્‍યારે જ્‍યારે પણ સ્‍વચ્‍છતાનું સર્વેક્ષણ થશે ત્‍યારે ત્‍યારે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ માટે થયેલા પ્રયાસોની પણ નોંધ લેવાશે. જેના કારણે દાદરા નગર હવેલી અને દમણ-દીવ રાષ્‍ટ્રીય સ્‍તરે પણ ગૌરવ હાંસલ કરી શકવા પોતાનું સામર્થ્‍ય ધરાવે છે.

Related posts

છેલ્લા સાડા છ વર્ષ દરમિયાન દાનહ અને દમણ-દીવમાં આવેલા પરિવર્તન ઉપર કોઈ વિદ્યાર્થી પી.એચડી. માટે પોતાનો શોધ નિબંધ લખી શકે એટલી વિશાળતા

vartmanpravah

સુશાસન સપ્તાહ અંતર્ગત સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દમણની પંચાયતોમાં યોજાશે ‘પ્રશાસન ગાંવ કી ઔર’ શિબિર

vartmanpravah

દાનહ ઇલેક્‍ટ્રીક વિભાગ પ્રાઈવેટ કંપની ટોરેન્‍ટોને આપવામા આવી ત્‍યારથી લોકોને પડતી મુશ્‍કેલી અંગે કલેક્‍ટરને લેખિત રજૂઆત કરાઈ

vartmanpravah

મોટી દમણ ભાઠૈયાના નવયુવાન પોલીસ કોન્‍સ્‍ટેબલ વિશાલ પટેલનું આકસ્‍મિક નિધનઃ સમગ્ર વિસ્‍તારમાં છવાયેલો શોક

vartmanpravah

સંઘપ્રદેશની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના પ્રતિનિધિઓ દિલ્‍હી મુલાકાત દરમિયાન ઉપ રાષ્‍ટ્રપતિ સાથેની વાતચીતમાં પ્રદેશના પ્રશાસકશ્રી દ્વારા લેવાતી વિશેષ કાળજીથી પરિચિત થયા

vartmanpravah

આજે દાદરા નગર હવેલીના લોકોની પરિપક્‍વતા અને દીર્ઘદૃષ્‍ટિની થનારી કસોટી

vartmanpravah

Leave a Comment