April 20, 2024
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સ્‍વદેશ ફાઉન્‍ડેશન દ્વારા દાનહના ખાનવેલ ચૌડા ગ્રાઉન્‍ડને આધુનિકરણ માટે કલેક્‍ટરને આવેદન પત્ર આપ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02
સ્‍વદેશ ફાઉન્‍ડેશન દાદરા નગર હવેલી દ્વારા ખાનવેલ ચૌડા ગ્રાઉન્‍ડનેઆધુનિકરણ માટે આવેદનપત્ર આપવામા આવ્‍યુ હતુ જેમા જણાવ્‍યા મુજબ દાનહમા મોટી સંખ્‍યામા યુવાઓ રમત તરફ ધ્‍યાન છે અહીંના યુવાઓ સ્‍પોર્ટ્‍સ ક્ષેત્રમા -દેશનુ નામ રોશન કરી રહ્યા છે.ગ્રામીણ ક્ષેત્રના ખેલાડીઓને દરેક સુવિધાથી સંપન્ન સારા ગ્રાઉન્‍ડની જરૂરત છે જ્‍યા ખેલાડી પોતાની તૈયારી કરી શકે.
ખાનવેલ ચૌડા ગ્રાઉન્‍ડ પર ગ્રામીણ વિસ્‍તારના 10 પંચાયતના ખેલાડી પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરતા આવે છે. અહી અંદાજીત સોથી વધુ ખેલાડી વિવિધ પ્રકારના ખેલ જેવા કે ક્રિકેટ, ફૂટબોલ, કબડ્ડી, દોડ જેવી રમતો રમે છે. અહી મહિલા ખેલાડીઓ પણ રમત રમવા આવે છે.
ખાનવેલ ચૌડા ગ્રાઉન્‍ડ પર સુવિધાઓની કમી હોવાને કારણે ખેલાડીઓને ઘણા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી સ્‍વદેશ ફાઉન્‍ડેશનના પ્રમુખ શ્રી કિશનસિંહ પરમારે દાનહ કલેક્‍ટરશ્રીને નમ્ર નિવેદન કર્યું છે કે ખાનવેલ ચૌડા ગ્રાઉન્‍ડને આધુનિકરણ કરી અહી પુરુષ અને મહિલાઓ માટે સર્વપ્રથમ ટોયલેટની વ્‍યવસ્‍થા કરવામા આવે, ખેલાડીઓને કપડા બદલવા અને સ્‍પોર્ટ્‍સ સામગ્રી રાખવા માટે પેવેલિયન બનાવવામા આવે, ગ્રાઉન્‍ડ પર નિયમિત ફૂટબોલ પોલ લગાવવામા આવે કે જેનાથી ફૂટબોલના ખેલાડીઓને સુવિધા મળી શકે, વોલીબોલ ખેલાડીઓ માટે નેટની વ્‍યવસ્‍થાહોય, ખેલાડીઓની સુરક્ષા માટે ગ્રાઉન્‍ડની ચારો તરફ બાઉન્‍ડરી વોલ બનાવવામા આવે અને ગ્રાઉન્‍ડને નવીનીકરણ બાદ સિકયુરીટી ગાર્ડની પણ વ્‍યવસ્‍થા કરવામા આવે.

Related posts

દમણના કચીગામ ખાતેથી 740 બોટલ ગેરકાયદે દારૂ ઝડપતું એક્‍સાઈઝ વિભાગ

vartmanpravah

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે કાર્યક્રમને સંબોધિત કરશે

vartmanpravah

ચૂંટણી વિભાગ દ્વારા 1.25 કરોડ રોકડા અને 11 લાખનો દારૂ જપ્ત કરાયો

vartmanpravah

વલસાડમાં 21મી જાન્‍યુઆરીએ અયોધ્‍યા આનંદ ઉજવાશે : તિથલ કિનારે 51 હજાર દીવડા પ્રગટાવાશે

vartmanpravah

ચીખલી તાલુકાના રાનકુવા હાઇસ્કુલ ખાતે સ્નેહા 2.0 ઉદ્દઘાટન કરવામાં આવ્યું ઃ

vartmanpravah

મધ્‍યપ્રદેશના રાજ્‍યપાલ મંગુભાઈ પટેલે નવસારી શહેરના વિવિધ સ્‍થળોની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment