October 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

બિલિમોરાની ‘નારી સેના’ દ્વારા બામણવેલ વિદ્યાલયમાં સ્‍વેટર વિતરણ કરાયI

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)ચીખલી, તા. 11
ગ્રામ સેવા સમાજ ચિખલી સંચાલિત નવ નિર્માણ ઉ બુ. વિદ્યાલય બામણવેલ માં આજરોજ શ્રી નિલેશભાઇ એમ. પટેલ દ્વારા સ્‍થાપિત ‘નારી સેના’ બિલિમોરા સંસ્‍થાના પ્રમુખશ્રી અશોકભાઇ ઉનાગર, અધ્‍યક્ષ શ્રીમતિ ભાવનાબેન એમ. પટેલ તેમજ ઉપાધ્‍યક્ષ શ્રીમતિ શિતલબેનએ ઉનાગર દ્વારા અમારી શાળામાં અભ્‍યાસ કરતાં ધો.9 થી 12ના વઘઇ,આહવા, સુબિર તેમજ કપરાડા જેવા અંતરિયાળ વિસ્‍તારના અંત્‍યંત ગરિબ આદીવાસી વિદ્યાર્થીઓ જેમાં જ્‍યાં- 90 અને કુમાર – 135 મળી કુલ 225 જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્‍વેટર વિતરણ કરવામાં આવ્‍યું.
આ કાર્યક્રમમાં નારી સેના સંસ્‍થાના પ્રદેશ ઉપ પ્રમુખ શ્રીમતિ અંતરબેન રાઠોડ, જિલ્લા પ્રમુખ શ્રીમતી વર્ષાબેન પટેલ, જિલ્લા મહામંત્રી શ્રીમતી મિનાબેન પટેલ, ગણદેવી તાલુકા ઉપ પ્રમુખ શ્રીમતિ જ્‍યોતિબેન પટેલ, ડઢોરા ગામના પ્રમુખ શ્રીમતિ પ્રવિણાબેન પટેલ તેમજ પત્રકાર શ્રી દિપકભાઇ સોલંકી વગેરેની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી.
શાળાના આચાર્યશ્રી અજયભાઇ રાઠોડે સંસ્‍કળત સુભાષિતટાંકીને દાતાશ્રી વાડીલાલભાઇ યુ દોષી (મુંબઇ)ને અભાર પાઠવતાં તેઓના ઉમદા કાર્ય અને સેવાયજ્ઞને બિરદાવ્‍યો હતો. નારી સેનાના ઉપસ્‍થિત સભ્‍યોએ વિદ્યાર્થીઓને સારુ શિક્ષણ પ્રાપ્ત કરી ઉજ્‍વળ ભવિષ્‍યની કામના કરતાં તેમનું અને શાળાનું નામ રોશન કરવા પ્રોત્‍સાહિત કર્યા હતાં.
શાળા પરિવાર વતિ શિક્ષિકાબેન કુ મિતા પટેલે દાતાશ્રી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ વચ્‍ચે સેતું રૂપ બનેલી આ નારી સેનાનું અને દાતાશ્રીઓનો અભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

દમણમાં આજે સ્‍વચ્‍છતા સંકલ્‍પ કાર્યક્રમ : પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સ્‍વચ્‍છતા પ્રહરી એપ લોન્‍ચ કરશે

vartmanpravah

દાનહના અથોલામાં બિલ્‍ડર દ્વારા ખેડૂત પરિવાર સાથે બદઈરાદાથી છેતરપીંડી કરાતા એસ.પી.ને રાવ

vartmanpravah

લોકસભાની ચૂંટણીમાં 26-વલસાડ બેઠક પર વધુમાં વધુ મતદાન થાય તે માટે સ્‍વીપ કમિટી દ્વારા નિવૃત્ત કર્મચારીઓને જાગૃત કરાયા

vartmanpravah

વાપી સલવાવમાં ચપ્‍પુ વડે યુવક પર હુમલો

vartmanpravah

દીવ જિલ્લામાં વરિષ્ઠ નાગરિકો માટે રાષ્‍ટ્રીય હેલ્‍પલાઈન 14567 ને સફરતાં પૂર્વક એક વર્ષ પૂર્ણ થતા ઘોઘલા ખારવા સમાજ હોલમાં થયો કાર્યક્રમ

vartmanpravah

ખાનવેલ મીની કલેક્‍ટર કચેરી દ્વારા ગ્રામ પંચાયતોમાં ‘જન સમાધાન’ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

Leave a Comment