February 5, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દીવમાં ખેલો ઈન્‍ડિયા સ્‍ટેટ સેન્‍ટર ઓફ એક્‍સેલન્‍સના સિલેક્‍શન ટ્રાયલની શરૂઆત : ખેલાડીઓએ ભારે ઉત્‍સાહ સાથે લીધેલો ભાગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
દીવ, તા.06
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને નેતૃત્‍વ અને સચિવ રમતગમત વિભાગ દમણ અને દીવના નિર્દેશનમાં આજે દીવમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દીવમાં ખેલો ઈન્‍ડિયા સ્‍ટેટ સેન્‍ટર ઓફ એક્‍સિલેન્‍સ ટ્રાયલનું વિધિવત ઉદ્દઘાટન કરવામાં આવ્‍યું હતું. આ સેલેક્‍શન ટ્રાયલ દીવમાં 3 દિવસ સુધી ચાલશે. આજના સિલેક્‍શન ટ્રાયલમાં કુલ 139 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં એથ્‍લેટિક્‍સના 110, ટેબલ ટેનિસના 20 અને તીરંદાજીના 09 ખેલાડીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.
આ સાથે, પ્રતિભાશાળી ખેલાડીઓના ઉજ્જવળ ભવિષ્‍યને ધ્‍યાનમાં રાખીને, રમતગમત વિભાગે ખેલાડીઓને અપીલ કરી છે જેમણે તેની પસંદગીની ટ્રાયલ માટે અગાઉ નોંધણી કરાવી નથી, 07/10/2021ના રોજ સવારે 07.30 વાગ્‍યે સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેકસ દીવમાં ઓપનમાં સિલેક્‍શન ટ્રાયલમાં ભાગ લઈ શકશે.
ઉલ્લેખનીય છે કે ભારત સરકારની ખેલો ઈન્‍ડિયા યોજના અંતર્ગત, રમત અને યુવા મંત્રાલય, નવી દિલ્‍હી દ્વારા ઘણા પ્રદેશોમાં વિવિધ રમતો માટે રાજ્‍ય/સંઘ કક્ષાના શ્રેષ્ઠતા કેન્‍દ્ર સ્‍થાપવામાં આવ્‍યા છે. આ અંતર્ગત એથલેટિક્‍સ, ટેબલ ટેનિસ અને તીરંદાજી રમતો માટે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ ખાતે સેન્‍ટર ઓફ એક્‍સેલન્‍સની સ્‍થાપના કરવામાંઆવી છે. આ કેન્‍દ્રના સિલેક્‍શન ટ્રાયલમાં પસંદગી પામેલ ખેલાડીઓને સેલવાસના કેન્‍દ્રમાં તાલીમ આપવામાં આવશે. દીવમાં યોજાનારી ત્રણ દિવસીય સિલેકશન ટ્રાયલમાં પસંદગી પામેલા ખેલાડીઓને સેલવાસમાં સ્‍થાપિત કેન્‍દ્રમાં તાલીમ માટે પણ મોકલવામાં આવશે, જ્‍યાં આ ખેલાડીઓને રમતના ક્ષેત્રમાં નિષ્‍ણાંત કોચ દ્વારા મફત સઘન તાલીમ આપવામાં આવશે.
આ સાથે, પ્રશાસન દ્વારા ખેલાડીઓને મફત ખોરાક, શૈક્ષણિક, રમતગમતના વષાો અને કીટ વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, આ કેન્‍દ્રમાં ખેલાડીઓનો સર્વાંગી વિકાસ થશે અને તેઓ સોનેરી ભવિષ્‍ય તરફ આગળ વધી શકશે.
અત્રે યાદ કહે કે , પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતળત્‍વ અને માર્ગદર્શન હેઠળ, સંઘપ્રદેશ પ્રશાસનનું રમતગમત વિભાગ હંમેશા રમતનું સ્‍તર વધારવા માટે પ્રયત્‍નશીલ રહ્યો છે. ભલે તે પછી માળખાગત વિકાસ હોય કે રમત સંબંધિત સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવાની હોય. પ્રશાસનનો રમતગમત વિભાગ પણ ખેલાડીઓમાં રમતગમતના કૌશલ્‍યને નિખારવા માટે રમતગમતનું માળખું પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે.
ઉદ્‌ઘાટન સમારોહ પ્રસંગે નાયબ નિયામક અને કચેરીના વડા, રમતગમત વિભાગના શ્રી મનોજ આર.કમલિયા, સ્‍પોર્ટસ ઓફિસર શ્રી મનિષ સ્‍માર્ટ અને સાંઈના ટ્રેનર અને ફિઝિકલ ટીચર ઉપસ્‍થિતરહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી નાનજી જેઠવા અને આભાર વિધિ શ્રી અક્ષય કોટલવાર સહાયક શારીરિક શિક્ષણ અધિકારીએ કર્યું હતું.

Related posts

દમણ ન.પા.ના વોર્ડ નં.7 ખાતે ધાકલીની વાડીના રહેવાસીઓએ વિકસિત ભારત સંકલ્‍પ યાત્રાનું કરેલું શાનદાર સ્‍વાગત

vartmanpravah

સંઘપ્રદેશની શાળાના શિક્ષકોને ન્‍યૂનત્તમ ઈનપુટ્‍સથી વધુમાં વધુ આઉટપુટ આપવાની દિશામાં કામ કરવા પ્રેરિત કરતા શિક્ષણ નિર્દેશક જતિન ગોયલ

vartmanpravah

દીવની પ્રખ્‍યાત કોહિનુર હોટલ દ્વારા કરાયેલા ગેરકાયદે દબાણનું પ્રશાસન દ્વારા ડિમોલીશન કરાયું

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવમાં વસંતપંચમી ઉત્‍સવ નિમિત્તે માઁ સરસ્‍વતીનું પૂજન તથા યજ્ઞ

vartmanpravah

વલસાડ પારનેરા પારડી ગામે મોબાઈલ ટાવરના વિરોધ માટે લોકોએ મહિલા સરપંચનો ઘેરાવ કર્યો

vartmanpravah

ચીખલી સમરોલી સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના દસ વર્ષ પૂર્ણ થતા હરિભક્તો દ્વારા દિવ્યતા અને ભવ્યતા સાથે કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment