June 30, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

ડેમ હટાવો ડાંગ બચાવોના પ્રચંડ નારા સાથે વઘઈમાં આદિવાસીનું ઘોડાપુર ઉમટયું

નર્મદા-તાપી-પાર રીવર લિંક પ્રોજેક્‍ટના વિરોધમાં જાહેર સભા યોજાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.11
નર્મદા-તાપી-પાર રીવર લિંક પ્રોજેક્‍ટનો આદિવાસી પૂર્વ પટ્ટીમાં જોરદાર ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ધરમપુરમાં યોજાયેલ આદિવાસીઓની પ્રચંડ રેલી બાદ આજે ડાંગ-વઘઈમાં રીવર લિંક પ્રોજેક્‍ટનો વિરોધ કરવા આદિવાસીઓની ઘોડાપુર રેલી જાહેરસભામાં ઉમટી પડી હતી.
વઘઈના ધારાસભ્‍ય અનંત પટેલના નેતૃત્‍વમાં રીવર લિંક પ્રોજેક્‍ટના વિરોધમાં આજે શુક્રવારે વઘઈમાં મહાસભા અને રેલીનું આયોજન કરાયું હતું. તેમાં આદિવાસીઓનું ઘોડાપુર ઉમટી પડયુંહતું. ઉલ્લેખનીય છે કે, સંસદ અંદાજપત્ર બેઠકમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણએ પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્‍ટની જાહેરાત અને નાણાંની ફાળવણીનો ઉલ્લેખ કર્યો હતો. બજેટમાં થયેલી આ જાહેરાત બાદ તેના પ્રત્‍યાઘાતો ખાસ કરીને પૂર્વ પટ્ટી ડાંગ, ધરમપુર, આહવા, કપરાડા આદિવાસી વિસ્‍તારમાં પડયા હતા. થોડા દિવસ પૂર્વે ધરમપુરમાં પણ મોટી સંખ્‍યામાં આદિવાસી રેલી યોજાઈ હતી તે મુજબ આજે વઘઈ બિરસા મુંડા ગ્રાઉન્‍ડમાં ડેમના વિરોધમાં રેલી યોજાઈ હતી. રેલીને સંબોધતા ધારાસભ્‍ય અનંત પટેલએ જણાવ્‍યું હતું કે, નિર્મલા સીતારમણ સંસદમાં અંગ્રેજીમાં ભલે બોલી ગયા હોય પણ આપણે અંગ્રેજી નથી જાણતા. રીવર લિંક પ્રોજેક્‍ટથી આપણી જમીનો જશે, આપણે બેઘર થઈશું તેવુ જણાવી તેમણે ‘‘ડેમ હટાવો ડાંગ બચાવો”નો સુત્રોચ્‍ચાર કરાવ્‍યો હતો. સભામાં પરંપરાગત ઉમટેલા આદિવાસીઓ નૃત્‍ય પણ કરતા જોવા મળ્‍યા હતા.

Related posts

વાપી પાલિકાએ વેરો ના ભરતા ચલા વિસ્‍તારના રો-હાઉસ માલિકોને નોટિસો ફટકારી, બે ઓફિસોને તાળાં માર્યા

vartmanpravah

રમાઈ મહિલા બ્રિગેડ અને સમ્રાટ અશોક સંગઠનના ઉપક્રમે દમણમાં આંબેડકરવાદી સમાજનો જયઘોષઃ શિક્ષણ સંગઠન સાથે સ્‍વરોજગાર ઉપર જોર

vartmanpravah

વલસાડના મોગરાવાડીમાં કુબેર સમૃધ્ધિનો વિસ્તાર કલસ્ટર કન્ટાઈનમેન્ટ ઝોન તરીકે જાહેર

vartmanpravah

મરલા-ગામથાણા ખાતે તા.૧ થી ૭ મી એપ્રિલ શ્રીમદ ભાગવત કથા યોજાશે

vartmanpravah

ફક્‍ત માહ્યાવંશી સમાજમાં જ નહીં, સર્વ સમાજમાં વિષ્‍ણુભાઈ દમણિયાના વિચારો ગુંજતા રહેશે – દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના સ્‍થાપક પ્રમુખ વિષ્‍ણુભાઈ એફ. દમણિયાની યોજાયેલી શોકસભા

vartmanpravah

આઈએફએસસીએ ના ભવનનો શિલાન્‍યાસ અને દેશના પ્રથમ ઈન્‍ડિયા ઈન્‍ટરનેશનલ બુલિયન એક્‍સચેન્‍જ તથા એનએસઈ, આઈએફએસસી, એસજીએક્‍સ કનેક્‍ટનો શુભારંભ

vartmanpravah

Leave a Comment