Vartman Pravah
Breaking Newsદમણ

દમણ જિલ્લા પંચાયતની સંપૂર્ણ ટીમ એનઆરએલએમના માધ્‍યમથી બહેનોને આત્‍મનિર્ભર બનાવવા પ્રતિબદ્ધ : દમણ જિ.પં.પ્રમુખ નવિનભાઈ પટેલ

કચીગામ ખાતે નેશનલ રૂરલ લાઇવલી હૂડ મિશન દ્વારા બે દિવસીય પાપડ તાલીમ શિબિરનું કરાયેલું ઉદ્દઘાટન
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.11
દમણના નેશનલ રૂરલ લાઈવલી હૂડ મિશન (એનઆરએલએમ) દ્વારા સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ માટે કચીગામના કાછલ ફળિયા ખાતે આયોજીત તાલીમ શિબિરનું આજે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે ઉદ્‌ઘાટન કર્યુ હતું.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના મહિલાઓને આત્‍મનિર્ભર કરવાના સ્‍વપ્‍નને સાકાર કરવા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા એનઆરએલએમના માધ્‍યમથી પાપડ, મશરૂમ, અચાર જેવી ચીજવસ્‍તુઓ બનાવવા બહેનોને આપવામાં આવી રહેલ તાલીમની સરાહના કરી હતી અનેઅભિનંદન પણ પાઠવ્‍યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે, જિલ્લા પંચાયતની તમામ ટીમ એનઆરએલએમના માધ્‍યમથી સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની બહેનોને આત્‍મનિર્ભર બનાવવા પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્‍યું હતું કે, પ્રદેશના પ્રશાસક સ્‍વયં પાપડના બ્રાન્‍ડીંગ અને માર્કેટીંગ માટે પણ રસ લઈ રહ્યા છે ત્‍યારે બહેનોએ પૂરી નિષ્‍ઠાથી તાલીમ લેવી જોઈએ.
બે દિવસીય તાલીમ શિબિરમાં કચીગામની ર0 સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની બહેનો ભાગ લઈ રહી છે. આ તાલીમ રૂરલ સેલ્‍ફ એમ્‍પ્‍લોયમેન્‍ટ ટ્રેનિંગ ઈન્‍સ્‍ટિટયૂટ સેલવાસ દ્વારા આપવામાં આવી રહી છે.
આ પ્રસંગે કચીગામના જિ.પં.સભ્‍ય શ્રી દિનેશભાઈ ધોડી, પટલારાના જિ.પં.સભ્‍ય શ્રી મેહુલભાઈ પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન એનઆરએલએમના ડિસ્‍ટ્રીક્‍ટ મેનેજર શ્રી યોગેશ રાઠોડ અને ક્‍લસ્‍ટર કો-ઓર્ડિનેટર શ્રી ઉમેશ કિડેચાની ટીમ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

સરકારી વિનયન અને વાણિજ્‍ય કોલેજ નેત્રંગ ખાતે આદિવાસી સંસ્‍કૃતિ અને સાહિત્‍યનો અકાદમિક કુંભ યોજાશે

vartmanpravah

સેલવાસમાં કેટલીક ઈલેક્‍ટ્રોનિક દુકાનોમાંથી સામાનની ખરીદીના દુકાનમાલિકોને ચેક આપીકરાયેલી છેતરપિંડી

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને દમણ એડવોકેટ બાર એસો.ના સહયોગથી દમણ દાભેલના ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે યોજાયેલ કાનૂની જાગૃતતા શિબિર

vartmanpravah

પાલઘર મનોર હાઈવે ઉપર ગોઠવાયો પોલીસ કાફલો: વાઢવણબંદર વિરોધમાં રસ્‍તા રોકો આંદોલનની ચિમકી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ગણપતિ મહોત્‍સવની તૈયારી પૂરજોશમાં

vartmanpravah

દાદરામાં આઈશર ટેમ્‍પોએ એક રાહદારી અને એક એક્‍ટિવા ચાલકને અડફેટે લઈ સર્જેલો અકસ્‍માત

vartmanpravah

Leave a Comment