January 17, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ ઝંડાચોક સરકારી શાળાના વિદ્યાર્થીઓ બન્‍યા બેફામ : સ્‍કૂલ છુટવાના સમયે રોડ પર મારામારીના બનેલા બનાવો : શાળા છુટવાના સમયે પોલીસ બંદોબસ્‍ત રાખવો જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.14
દાનહ શિક્ષણ વિભાગ દ્વારા કોવીડ-19ના નિયમ અનુસાર વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ ચાલી રહ્યુ છે, પરંતુ કેટલાક તોફાની વિદ્યાર્થીઓ દ્વારા અને એમના સાગરીતો દ્વારા શાળા પરિસરની બહાર ખુલ્લેઆમ મારામારી કરતા જોવા મળી રહ્યા છે. જે વધુ વિકરાળ બને તે પહેલા આજુબાજુના દુકાનદારો અને સ્‍થાનિકોએ બાળકોને અટકાવ્‍યા હતા.
સેલવાસ ઝંડાચોક સરકારી શાળા બહાર ધોરણ 8થી 10ના વિદ્યાર્થીઓ વચ્‍ચે ખુલ્લેઆમ મારામારીના દૃશ્‍યો જોવા મળ્‍યા હતા. જેઓને આજુબાજુના દુકાનદારો મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળકો મારામારી કરતા અટકયા ન હતા. જેથી 112 પર પોલીસને ફોનકર્યો હતો. ઝંડાચોક શાળા અને પોલીસ હેડક્‍વાર્ટર વચ્‍ચે બસ્‍સો મીટરનું અંતર છે. છતાં પણ પોણો કલાક બાદ પોલીસની પીસીઆર વાન આવી હતી. પોલીસવાન આવતા જોઈ મારામારી કરતા છોકરાઓ ભાગી ગયા હતા.
ઘણા દિવસોથી જોવા મળી રહ્યુ છે કે જે સમયે શાળા છુટવાનો સમય થાય ત્‍યારે જ અચાનક ટપોરીઓ સ્‍કૂલની આજુબાજુ બાઈક લઈને આવી જાય છે અને કેટલીક છોકરીઓ સાથે પણ બેહુદુ વર્તન કરતા જોવા મળે છે, જયારે આવી ઘટના બને છે ત્‍યારે બે ત્રણ દિવસ માટે પોલીસ ત્‍યાં મુકાય છે, પછી ફરી જૈસે થે પરિસ્‍થિતિ ઉદભવે છે.
અગાઉ દોઢ વર્ષ પહેલા ટોકરખાડા શાળાની અંદર જ ચોપડાની બેગમા ચાકુ લઈને આવેલ વિદ્યાર્થી દ્વારા શાળા છુટયા બાદ શાળા પરિસરની બહાર બે ત્રણ વિદ્યાર્થીઓ પર ચાકુ વડે હુમલો કરવામા આવ્‍યો હતો,જે સમયે પણ બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. આવી ઘટનાઓ પર કાબૂ મેળવવા માટે પ્રશાસન દ્વારા યોગ્‍ય કાર્યવાહી કરવામા આવે એ જરૂરી બન્‍યુ છે.
ઝંડાચોક આઝાદી સ્‍મારકની બાજુમા મુવેબલ સીસીટીવી કેમેરો લગાવવામાં આવેલ હતો તે સમયે ડરના માર્યા ટપોરીઓ આવતા પહેલા વિચારતા હતા જ્‍યારથી સીસીટીવી કેમેરો કાઢી નાખવામા આવ્‍યો ત્‍યારથી વારંવાર વિદ્યાર્થીઓ અને એમના ટપોરી મિત્રો આવીમારામારી કરીને ધૂમ સ્‍ટાઇલ બાઈક પર ભાગી જાય છે. પોલીસ પ્રશાસન દ્વારા જો આવા ટપોરીઓ સામે યોગ્‍ય કાર્યવાહી કરવામા આવશે તો જ આ લડાઈ બંધ થશે નહિ તો કોઈ અનિચ્‍છનીય બનાવ નહી બને તો નવાઈ નહિ.

Related posts

દાનહ જિલા પંચાયત પ્રમુખ નિશા ભવરે રખોલી ગ્રામ પંચાયતની લીધેલી મુલાકાત

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા કરાયેલા આયોજનથી દમણ અને દાનહમાં ભગવાન બિરસા મુંડાનો સર્વત્ર જય જયકાર

vartmanpravah

કોરોમંડલે ભારતીય ખેડૂતોને સશક્‍ત બનાવવા 10 નવી પાક સંરક્ષણ પ્રોડક્‍ટ રજૂ કરી

vartmanpravah

દેગામ સ્‍થિત સોલાર કંપનીમાંથી ચોરાયેલ સોલાર પ્‍લેટનો રૂા.1.22 કરોડનો વધુ જથ્‍થો પોલીસે અમદાવાદથી કબ્‍જે કર્યો

vartmanpravah

દાનહના દમણગંગા સર્કિટ હાઉસ ખાતે સરકારની યોજના અંતર્ગત એફસીઆઈ દ્વારા કેવી રીતે અને કયાંથી અનાજ લાવી અલગ અલગ રાજ્‍યમાં લોકોને અનાજનું વિતરણ કરવામા આવે તે સંદર્ભે જાણકારી અપાઈ

vartmanpravah

ઉમરગામની મહેતા સ્‍કૂલમાં બાળકોને રક્ષણ આપતા કાયદાની જાણકારી અને સ્‍વરક્ષણ માટે તાલીમ યોજાઈ

vartmanpravah

Leave a Comment