Vartman Pravah
Breaking Newsદીવસેલવાસ

દાનહ-રખોલી હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં માતૃ-પિતૃ વંદન કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16
દાદરા નગર હવેલીના રખોલી હાયર સેકન્‍ડરી શાળા પરિસરમાં રખોલી અને સુરંગી શાળાના સંયુક્‍ત ધોરણ 10 અને બારના બાળકો માટે માતૃ-પિતૃ વંદન કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્‍યુ હતું. જેનું ઉદ્‌ઘાટન મહેમાનોના હસ્‍તે દીપપ્રાગટય કરી કરવામા આવ્‍યો હતો. બાદમા વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કર્યા હતા. ત્‍યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા માતૃ-પિતૃ વંદન કરવામા આવ્‍યુ હતુ.
પ્રયોશા સંસ્‍થાના સંચાલક શ્રી પી.પી.સ્‍વામીએ ઉપસ્‍થિત બાળકો અને વાલીઓને સંબોધિત કરતા જણાવ્‍યું હતું કે, જીવનની પૂર્ણતા ત્‍યારે છે, જયારે શિક્ષણ સાથે સંસ્‍કારનુ સંગમ હોય અગર સંસ્‍કાર નહિ હોય તો શિક્ષણ નિરાધાર હોય છે અને માતૃ-પિતૃ વંદન જેવા કાર્યક્રમના માધ્‍યમ દ્વારા બાળકોમા સંસ્‍કારનું સંચાર થઇ શકે છે. કારણકે જ્‍યાં સુધી કોઈ વિદ્યાર્થી પોતાના માતા – પિતાને વંદન અથવા સન્‍માન નહી કરી શકે તે સમાજમા કોઈપણ વ્‍યક્‍તિનું સન્‍માન નહી કરી શકે,જેથી દિવસની શરૂઆત પ્રથમ ગુરુના રૂપે માતાપિતા જ હોવા જોઈએ.જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી દિપક પ્રધાને પણ શિક્ષણ સાથે બાળકોમા સંસ્‍કાર આપવા માટે માતા – પિતાને આહવાન કર્યું હતુ.
આ અવસરે પ્રયોશા સંસ્‍થાના સંચાલક શ્રી પી.પી.સ્‍વામી, જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી દિપક પ્રધાન, સરપંચ શ્રી ચંદન પટેલ, શિક્ષણ અધિકારી શ્રી બળવંત પાટીલ, શ્રી ગૌરાંગ વોરા, શાળાના આચાર્ય શ્રી સુરેન્‍દ્રસિંહ દેસાઈ, શાળાના શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દૂધનીમાં ‘પ્રશાસન આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

વાપી કેબીએસ કોલેજના ત્રણવિદ્યાર્થીએ આંતર કોલેજ કરાટે સ્‍પર્ધામાં બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યા

vartmanpravah

નવસારી એસ.ટી. બસ સ્‍ટેશન ખાતે તિરંગા યાત્રા અભિયાન કાર્યક્રમની ઉજવણી

vartmanpravah

દેહરી સ્‍થિત કાર્યરત ચંદન સ્‍ટીલ કંપનીના વિસ્‍તરણ પ્રોજેક્‍ટ માટે યોજાયેલી પર્યાવરણીય લોક સુનાવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

vartmanpravah

2023 સુધી સંઘપ્રદેશને ટીબીમુક્‍ત બનાવવા પ્રશાસનનો સંકલ્‍પ : ભાવિ પેઢીને સુરક્ષિત રાખવાની પહેલ

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં બાળ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment