October 15, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16
સેલવાસ નગરપાલિકા દ્વારા શહેરના ત્રણ વિસ્‍તારમાં મળેલ ફરિયાદના આધારે ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલીશન કરવામા આવ્‍યું હતું.
બોમ્‍બે ગાર્ડન સોસાયટીના મકાનમા ગટરના પાણી ઘુસી રહ્યા હોવાની ફરિયાદના આધારે તપાસ કરતા સોસાયટીના કેટલાક વ્‍યક્‍તિઓ દ્વારા ઘરની બ્‍હાર ગેરકાયદેસરબાંધકામ કરવામા આવી હતી. બીજી જગ્‍યા નિખિલ અધેસિવ કંપની પીપરીયાની સામે પણ ગેરકાયદેસર બાંધકામ જોવા મળ્‍યું હતુ અને પ્રથમેશ સોસાયટીની પાછળ વધારાનો શેડ બનાવવામા આવ્‍યો હતો. આ ત્રણે જગ્‍યા પર નગરપાલિકાની પરમિશન વગર બાંધકામ કરવામા આવેલ અને વિકાસ નિયંત્રણ નિયમ 2014 અને દાનહ અને દમણ-દીવ નગરપાલિકા વિનિયમન 2004નો ઉલ્લંઘન કરવામા આવેલ છે. જે સંદર્ભે પાલિકા ચીફ ઓફિસર ડો.મનોજ કુમાર પાંડેયના આદેશાનુસાર આ ગેરકાયદેસર બાંધકામોને પાલિકા ઈજનેર શ્રી વિજયસિંહ પરમાર, પાલિકાની ટીમ અને પોલીસ બંદોબસ્‍ત સાથે ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.
પાલિકાએ દરેક ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય તેઓને પોતાનું ગેરકાયદેસર બાંધકામ પોતે જ હટાવી દેવા માટે સૂચિત કરવામા આવ્‍યા છે. નહિ તો પાલિકા દ્વારા તેઓ સામે કાર્યવાહી કરવામા આવશે.

Related posts

દારૂની હેરાફેરી કરાવનાર કાર માલિકને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

ડીઆઈએના સભાખંડને પોતાના ફંડથી વાતાનુકૂલિત બનાવવા ઉદ્યોગપતિ કાયરસ દાદાચનજીએ કરેલી જાહેરાત

vartmanpravah

દાનહ-નરોલી ગામે ચાલીમા આગ લાગતા દોડધામ

vartmanpravah

સરીગામ બાયપાસ માર્ગનું મંત્રી કનુભાઈ દેસાઈએ કરેલું ખાતમુહૂર્ત

vartmanpravah

ગોવા કો-ઓ. બેંકના તત્‍કાલિન મેનેજર બાબર ટંડેલ અને સોનુ પ્રમાણિત કરનાર લલિત સોનીને 3 વર્ષની સજાઃ રૂા.19 હજારનો દંડ

vartmanpravah

સંઘપ્રદેશના યુવા બાબતો અને રમત ગમત વિભાગ દ્વારા દમણમાં જિલ્લા આંતર શાળાકીય સ્‍પર્ધાઓનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment