September 1, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ એક્‍સાઇઝ વિભાગ દ્વારા ત્રણ જગ્‍યા પરથી ગેરકાયદેસર દારૂનો જથ્‍થો જપ્ત કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.21
દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા સેલવાસ આરડીસીની અધ્‍યક્ષતામા એક્‍સાઇઝ વિભાગના અધિકારી અને એમની ટીમ દ્વારા સેલવાસમા પીપરિયા વિસ્‍તારમાં અને દાદરા ગામે ચેકપોસ્‍ટની બાજુમા જ બે જગ્‍યા પર ગેરકાયદેસર દારૂના અડ્ડા પર રેડ પાડવામા આવી હતી. જેમા મોટા જથ્‍થામા દારૂ અને બિયર મળી આવ્‍યો હતો. જેને હાલમાં જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.
ઉલ્લેખનીય છે કે, દાદરા ગામમાં ઘણી જગ્‍યા પર સ્‍થાનિક બુટલેગરો દ્વારા દારૂના અડ્ડાઓ ચલાવવામા આવે છે. હવેવિચારવાની વાત એ છે કે સેલવાસ અને દાદરા વચ્‍ચે ગુજરાતનુ લવાછા ગામ આવેલુ છે જેની બોર્ડર પર હંમેશા માટે ગુજરાત પોલીસની ટીમ ઉભી હોય છે અને આવતી જતી દરેક ગાડીઓને ચેક કરે છે તો આ દાદરા ગામમા દારૂનો જથ્‍થો કેવીરીતે પોહચે છે? આજે જે દાદરા ચેકપોસ્‍ટની એકદમ બાજુમા એક ચાઈનીસ હોટલના નામે આરીફ નામનો વ્‍યક્‍તિ અને એની સામેની સાઈડ પર સમીર નામનો વ્‍યક્‍તિ ખુલ્લેઆમ દારૂનો ધંધો કરતો આવે છે જેઓને પોલીસનો પણ કોઈ જ ડર નથી.
સ્‍થાનિક બુટલેગરો દ્વારા જથ્‍થો સપ્‍લાય કરવામા આવે છે જે બાબતે પણ પોલીસ અને પ્રશાસન દ્વારા ધ્‍યાન આપવાની જરૂર છે. આજની રેડ દરમ્‍યાન સ્‍થાનિક પોલીસને પણ કોઈપણ જાતની જાણ કરવામા આવી ન હતી. આરડીસી દ્વારા જે કઈ કામગીરી કરી છે એ એક સરાહનીય કદમ છે.જો હંમેશા આવી જ કાર્યવાહી કરવામા આવશે તો ફાટીને ધુમાડે નીકળેલા ગેરકાયદેસર દારૂના અડ્ડા ચલાવનાર લોકોમા ડરનો માહોલ જોવા મળશે.

Related posts

સમગ્ર પારડી દેશભક્‍તિના રંગમાં રંગાયું: ઠેરઠેર 75મા પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી

vartmanpravah

વલસાડમાં આંદોલનમાં માજી સૈનિક નિધન સંદર્ભે આમ આદમી પાર્ટીએ કલેક્‍ટરને આવેદન પાઠવ્‍યું

vartmanpravah

ધરમપુરમાં ઘરના માળીયામાંથી દારૂનો જથ્‍થો તેમજ રસોડામાં 4 લાખ રોકડા મળ્‍યા : મહિલાની અટક

vartmanpravah

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા વાર્ષિક ખેલ મહોત્‍સવ યોજાયો

vartmanpravah

ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે NPCIL DAE આઈકોનિક વીકની ઉજવણીનો પ્રારંભ

vartmanpravah

વાપી ખાતે રાજ્‍યકક્ષા શાળાકીય અંડર-19 જૂડો ભાઇઓ/બહેનોની સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

Leave a Comment