Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

ઉમરગામ તાલુકાની વિધાનસભા બેઠક ભાજપા માટે સુરક્ષિત: વયમર્યાદાએ પહોંચેલા રમણભાઈ સહિત ઘણા ઉમેદવારો ચૂંટણી લડવા બનાવી રહેલા મન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.25
હવે પછી ગુજરાત રાજ્‍યમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે. આ સમયે લગભગ ભાજપા, કોંગ્રેસ અને આપ એમ ત્રિપાંખિયા જંગના સંકેત મળી રહ્યા છે. ભાજપા માટે ઘણી બેઠકો સુરક્ષિત છે. જેમાં ઉમરગામ તાલુકા 182 નંબરની બેઠકનો પણ સમાવેશ થાય છે. આ બેઠક ઉપર ભાજપના ઉમેદવારની જીત નિヘતિ થશે. કારણ કોંગ્રેસનો જનાર્દર સાવ તળિયે છે અને આપ નહીવત છે. જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં સાબિત થઈ ગયું છે. આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર બનવું અર્થાત વેતરણી પાર કરવી બરાબર છે.
ભાજપામાં ઉમરગામની બેઠક ઉપર વય મર્યાદા અને નવા ચહેરાને તક આપવાની બાધ નહી નડે તો પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય શ્રી રમણભાઈપાટકર નિશ્‍ચિત છે. બીજી તરફ ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર આદિવાસી વિસ્‍તારમાં ખૂબ પ્રચલિત છે અને એમનો ચૂંટણી પ્રચારમાં પૂરેપૂરો લાભ ધરમપુર ,કપરાડા, ડાંગ સહિતના રાજ્‍યની આદિવાસી પટ્ટીમાં લઈ શકાય તેમ છે. પરંતુ આ ત્‍યારે જ શકય બને જ્‍યારે રમણભાઈ ઉમરગામ તાલુકા પૂરતા સીમિત ના હોય.
ઉમરગામ તાલુકાની અનુસૂચિત જનજાતિ અનામત બેઠક માટે રમણભાઈ પાટકર સિવાય પણ ઘણા ઉમેદવારો મેદાનમાં છે. ઘણા સમયથી પૂનાટ નિવાસી શ્રી બજરંગ ભાઈ છગનભાઈ વારલીનું નામ પણ ચર્ચામાં આવી રહ્યું છે. જીઆઇડીસી વિભાગના ચીફ એન્‍જિનિયર ગાંધીનગર ખાતે અને દમણ-દીવ-લક્ષદીપનો ચાર્જ સંભાળી રહેલા શ્રી બી.સી વારલીની વહીવટી ક્ષમતા અને કુશળતાનો લાભ ઉમરગામ તાલુકાને મળી શકે એવી ચર્ચા પણ સામે આવી રહી છે. કારણ શ્રી બી.સી વારલીના પરીવાર નો સંગઠન અને રાજકારણ સાથે પુરાણો નાતો છે. એમના પિતા છગનભાઈ વારલી જનસંઘમાં સક્રિય હતા અને જનસંઘમાંથી ધારાસભ્‍યની ચૂંટણી પણ લડેલા એવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
આ ઉપરાંત ભાજપામાંથી પૂર્વ ધારાસભ્‍ય શ્રી શંકરભાઈ વારલી, તાલુકા સંગઠન મહામંત્રી શ્રી પ્રકાશભાઈ, પૂર્વ જિલ્લા મહામંત્રી શ્રી પ્રવીણભાઈ ધોડી અને યુવા આદિવાસી નેતા શ્રી દીપકભાઈ ચોપડીયા સહિતના ઘણાઆદિવાસી નેતાઓના નામની ચર્ચા છે. યુવા નેતા શ્રી દિપકભાઈ ચોપડીયાએ હાલમાં જ આદિવાસી ટૂર્નામેન્‍ટનું આયોજન કરી અગ્રણીઓને એકત્રિત કરવાનું કામ કર્યું છે. જેમાં રાજ્‍ય લેવલના આદિવાસી નેતાઓ પણ ઉપસ્‍થિત હતા.
આમ ભાજપા માટે સુરક્ષિત ગણાતી ઉમરગામ તાલુકાની વિધાનસભાની બેઠક પર ટિકિટ હાંસલ કરવા ઘણા નેતાઓ મેદાનમાં છે એવું ચિત્ર બહાર આવી રહ્યું છે.

Related posts

૭૭મા સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષા ઊજવણી વલસાડ ખાતે

vartmanpravah

વાપી મોરાઈ હાઈવે ઉપરથી દારૂનો જથ્‍થો ભરેલ કાર અને પાયલોટ કારને પોલીસે ઝડપી

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા મત વિસ્તારના ૪૯૩૨ આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે

vartmanpravah

બાલદા એલ એન્‍ડ ટી કંપનીમાં બે દિવસ અગાઉ જ કામ કરવા આવેલા કામદારનું મોત

vartmanpravah

દેવકા કોલોની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં કડૈયા પંચાયતના સરપંચ શંકરભાઈ પટેલના હસ્‍તે મધ્‍યાહન ભોજન રાશનકીટનું વિતરણ કરાયું

vartmanpravah

વલસાડની બેઠક લોકસભા કે વિધાનસભામાં જે પક્ષ જીતે તેની સરકાર બને : આ વાયીકા વધુ એકવાર સાચી ઠરી

vartmanpravah

Leave a Comment