Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ પ્રશાસન દ્વારા અથાલ અને વાસોણા ગામે ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04
દાદરા નગર હવેલી કલેકટરના દિશાનિર્દેશ અનુસાર સેલવાસ અને ખાનવેલ મહેસુલ વિભાગ દ્વારા સરકારી જમીન અને કોતર અને નહેર પર કરવામા આવેલ ગેરકાયદેસરઅતિક્રમણને હટાવવા માટે સબંધિત વ્‍યક્‍તિઓને સુચિત કરવામા આવ્‍યા હતા. પરંતુ આપવામા આવેલ સમય સુધીમા તેઓએ ગેરકાયદેસર બાંધકામો હટાવ્‍યા ન હતા. જેથી એને દૂર કરવાની કામગીરી પ્રશાસન દ્વારા શરૂ કરવામા આવી છે.
સેલવાસ વિભાગ દ્વારા નરોલી પટેલાદના અથાલ ગામમા અને ખાનવેલ મહેસુલ વિભાગ દ્વારા દપાડા પટેલાદના વાસોણા ગામે ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામા આવ્‍યા છે.આવનાર દિવસોમા નરોલી પટેલાદ અને દપાડા પટેલાદના દરેક ગ્રામજનો જેઓએ પણ ગેરકાયદેસર બાંધકામ કરેલ હશે. તેને હટાવવાની પ્રશાસનિક કાર્યવાહી કરવામા આવશે. જેનુ સર્વે પણ થઇ ચુકયુ છે.
પ્રશાસન દ્વારા જાહેર જનતાને અનુરોધ કર્યો છે કે કોઈપણ સરકારી જમીન, સરકારી કોતર અને નહેર પર જે ગેરકાયદેસર બાંધકામ કરેલ છે એને તેઓ પોતે જ દૂર કરી દે અથવા તો પ્રશાસન દ્વારા એને હટાવવામા આવશે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

Related posts

દીવ ન.પા.ના નવનિર્વાચિત પ્રમુખ હેમલતાબેન સોલંકીનું શુક્રવારે દમણના ભામટીમાં અને શનિવારે નરોલી ખાતે થનારૂં જાહેર સન્‍માન

vartmanpravah

‘‘ગુજરાત રાજ્‍ય કક્ષા” એ વાપી કે.બી.એસ. એન્‍ડ નટરાજ કોલેજના એન.એસ.એસ. વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

વાપી ન.પા. વિસ્‍તારનો તા.2જી જુલાઈના શનિવારે યોજાશે ‘‘સેવા સેતુ કાર્યક્રમ”

vartmanpravah

સંભવિત કોરોનાની લહેરને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર સતર્ક

vartmanpravah

વલસાડ શાકભાજી માર્કેટમાં પાર્કિંગના મામલે થયેલી માથાકૂટમાં ચાર રીક્ષાની તોડફોડ કરી કાચ ફોડયા

vartmanpravah

દિપાવલીના પાવન પર્વ પર નિરાધાર પરિવારોને માઁ વિશ્વંભરી ધામ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા અનાજ કીટ વિતરણ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment