Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને દિશા-નિર્દેશ હેઠળ દમણ જીએસટી વિભાગ પોતાનો દાયરો વધારશેઃ 11થી 30 એપ્રિલ સુધી દરેક પંચાયતો ઉપર રજીસ્‍ટ્રેશન કેમ્‍પનું આયોજન

  • દમણ વેટ અને જીએસટી વિભાગ દ્વારા જીએસટી રજીસ્‍ટ્રેશનના ફાયદાની બાબતમાં લોકજાગૃતિ લાવવા સંયુક્‍ત કમિશ્નર તપસ્‍યા રાઘવે લીલીઝંડી બતાવી પ્રસ્‍થાન કરાવેલો જનજાગૃતિ રથ

  • જીએસટી વિભાગ દમણ દ્વારા અગામી તા.25 થી 30મી એપ્રિલ સુધી જીએસટી રજીસ્‍ટ્રેશન સપ્તાહની થનારી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.08
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને દિશા-નિર્દેશ હેઠળ પ્રશાસનના વેટ તથા જીએસટી વિભાગ-દમણ દ્વારા આજે જીએસટી રજીસ્‍ટ્રેશન અને તેના સંબંધિત ફાયદાની બાબતમાં લોકોમાં વ્‍યાપક જાગૃતિ લાવવાના હેતુથી જનજાગૃતિ રથ કાઢવામાં આવ્‍યો હતો. આજે વેટ અને જીએસટી વિભાગના સંયુક્‍ત આયુક્‍ત ડો. તપસ્‍યા રાઘવે લીલીઝંડી બતાવી જનજાગૃતિ રથનું પ્રસ્‍થાન કરાવ્‍યું હતું.
જનજાગૃતિ રથ કાઢવાનો મુખ્‍ય ઉદ્દેશ જનતા, વેપારીઓ અને ઉદ્યમીઓને જીએસટી રજીસ્‍ટ્રેશન અને જીએસટી ટેક્‍સની બાબતમાં વિસ્‍તૃત જાણકારી આપવાનો છે. આ દરમિયાન તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, જીએસટીરજીસ્‍ટ્રેશનના દ્વારા વેપારીઓ પોતાના વેપારના અવસરોને વધારી શકે છે અને તેઓ રજીસ્‍ટર્ડ ડીલરોની સાથે કારોબાર કરતા સમયે રિવર્સ ચાર્જ ઉપર ટેક્‍સની ચુકવણીથી બચી શકે છે. ઉલ્લેખનીય છે કે, જીએસટી વિભાગ દમણ દ્વારા અગામી તા.25 થી 30મી એપ્રિલ સુધી જીએસટી રજીસ્‍ટ્રેશન સપ્તાહ મનાવવામાં જઈ રહ્યું છે. આ દરમિયાન વેપારીઓ અને ઉદ્યમીઓ તથા ડીલરોને જીએસટીના ફાયદા તથા તેની સરળ પ્રક્રિયાની બાબતમાં જરૂરી માહિતી અપાશે. આ સાથે જ તેમને જીએસટી રજીસ્‍ટ્રેશન કરાવવા માટે જરૂરી સહાયતા પણ આપવામાં આવશે.
દમણની દરેક પંચાયતોમાં 11 એપ્રિલથી 30 એપ્રિલ, 2022 સુધી આ રજીસ્‍ટ્રેશન કેમ્‍પનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. પંચાયતો ઉપરાંત સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં 25 એપ્રિલથી 26 એપ્રિલ સુધી બે દિવસીય રજીસ્‍ટ્રેશન જાગરૂકતા કેમ્‍પનું પણ આયોજન કરાશે. આ કડીમાં દમણ કલેક્‍ટરાલયના કોન્‍ફરન્‍સ હોલમાં પણ એક દિવસીય રજીસ્‍ટ્રેશન જાગરૂકતા કેમ્‍પનું આયોજન કરવામાં આવશે.
વેટ વિભાગના આયુક્‍ત શ્રી ગૌરવસિંહ રાજાવતના દિશા-નિર્દેશ અને નેતૃત્‍વમાં જીએસટી એક સરળ અને આસાન ઓનલાઈન પ્રક્રિયા હોવાનું પણ બતાવવામાં આવ્‍યું છે. વન નેશન, વન ટેક્‍સની દિશામાં આગળ વધી દેશના વિકાસમાં આવશ્‍યક સહયોગ કરવા જીએસટી રજીસ્‍ટ્રેશન જરૂરી છે.જીએસટી સેવા કેન્‍દ્ર ઉપર જઈ જીએસટી અને તેના સંબંધિત લાગનારા દસ્‍તાવેજોની જાણકારી પણ જીએસટી વિભાગમાંથી લઈ શકો છો અને જીએસટીના સંબંધિત વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 18002330349 ઉપર પણ સંપર્ક કરવા જીએસટી વિભાગ દ્વારા જણાવાયું છે. વેટ અને જીએસટી વિભાગ દમણ દ્વારા કાઢવામાં આવેલ જનજાગૃતિ રથ દરમિયાન વિભાગના અન્‍ય અધિકારીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત દ્વારા ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સ્‍વચ્‍છતા રથને રવાના કરાયો

vartmanpravah

વલસાડમાં કર્નલ સી.કે. નાયડુ ટ્રોફી મેચમાં મુંબઈને 191રને હરાવી ગુજરાતની ટીમ ચેમ્‍પિયન બની

vartmanpravah

મધ્‍યપ્રદેશમાં યોજાઈ રહેલ ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’માં દમણના બોક્‍સર સુમિતે મેળવેલો કાંસ્‍ય પદકઃ સંઘપ્રદેશને અપાવેલો પહેલો પદક

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી દમણ મુલાકાતઃ કાઉન્‍ટ ડાઉન-6 દિવસ બાકી= દેવકા રોડ ઉપર બેરિકેડ લગાવવાનો પ્રારંભઃ લોકોનો જુસ્‍સો સાતમા આસમાને

vartmanpravah

વાપીમાં નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. ૧ થી ૭ સુધી ૧૧ સ્થળો પર Y-20 ગુજરાત સંવાદ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

Leave a Comment