Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસીમાં કારમાં ઘાતક હથિયાર લઈને આવેલા પાંચ શખ્‍સોએ યુવાન ઉપર હુમલો કર્યો

ઈસકો ગોલી નહી મારના હે ઈસકે બાપકો મારના હે, પચાસ લાખ રૂપિયા દે દેના અભી તો હુમલા હુઆ હે અગલી બાર ગોલી સે જાનસે માર દેંગે

છરવાડા ગામના સરપંચ સહિતના કેટલાક ઈસમો છરવાડામાં રહેતા રાજેશ પાસે રૂ.50 લાખની ખંડણી માંગી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વાપી જીઆઈડીસી ઘાટકોપર સ્‍વીટ સામે માર્ગ ઉપર કારમાં આવેલા પાંચ શખ્‍સોએ ઘાતક હથિયાર વડે છરવાડામાં રહેતા સ્‍કોર્પીયો ગાડીચાલક યુવાન ઉપર હુમલો કર્યો હતો. જે બાદ કારચાલક હુમલાથીબચવા ભાગ્‍યો હતો તે સમયે કેટલાક શખ્‍સોએ ગોલી માર દો કહ્યું હતુ અને પચાસ લાખ રૂપિયા દે દેના કહ્યું હતું. આ બનાવ અંગેની ફરિયાદ વાપી જીઆઈડીસી પોલીસ મથકમાં કરવામાં આવી હતી.
વાપી છરવાડાના સડક ફળિયા, ધનલક્ષ્મી સોસાયટીની પાછળ વિકાસ વસંતભાઈ હળપતિ (ઉં.22) પરિવાર સાથે રહે છે અને તેઓ છીરી વલ્લભ નગર, સૃષ્ટિ એપાર્ટમેન્‍ટમાં સલૂનની દુકાન ધરાવે છે. છ-સાત દિવસ પહેલા છરવાડા ગામના સરપંચ યોગેશ રામુ પટેલ, વિજય ઉર્ફે પીન્‍ટુ છોટુ પટેલ, સુરેન્‍દ્ર ઉર્ફે છનો ધીરૂ પટેલ, શૈલેષ કે. પટેલ, ભાવેશ ઉર્ફે ગુડી રામુ પટેલ તથા ગિરિશ ઉર્ફે ગીરીયો એસ. પટેલ રાજેશભાઈ પાસે આવ્‍યા હતા અને રૂ.50 લાખની ખંડણી માંગી હતી. જે અંગે રાજેશે કયા કારણોસર પૈસા આપુ તેમ જણાવ્‍યુ હતું. છરવાડામાં રાજેશનું મોટુ મકાન આવેલ છે અને તેઓ દ્વારા અવાર-નવાર નોટિસ મોકલે છે અને ખંડણી માટે હેરાન કરે છે. વિકાસ સ્‍કોર્પીયો ગાડી લઈ નાના ભાઈને ટયુશન કલાસ મૂકવા માટે ગયા હતા તે સમયે એક કાર ઓવરટેક કરી રહી હતી. જે બાદ આ ગાડી વાપી જીઆઈડીસી ઘાટકોપર સ્‍વીટ પાસે રોકાઈ હતી. જે બાદ તેઓએ સ્‍કોર્પીયો ગાડી ઉપર કારમાં આવેલા અજાણ્‍યા પાંચ ઈસમોએ ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો જેમાં વાહનના કાચતૂટી ગયા હતાં. જે બાદ વિકાસ વાહન છોડી ભાગ્‍યો હતો. જેથી હુમલાખોરોએ ઈસકો ગોલી માર દો કહ્યું અને કોઈએ ઈસકો ગોલી નહીં મારના હે ઈસકે બાપકો મારના હે, પચાસ લાખ રૂપિયા દે દેના અભી તો સિર્ફ હુમલા હુઆ હે. આ ઘટના બાદ વિકાસ હળપતિએ વાપી જીઆઈડીસી પોલીસ મથકમાં હુમલો કરનારા અજાણ્‍યા પાંચ શખ્‍સો સામે ફરિયાદ નોંધાવી હતી.

Related posts

દાનહના મોરખલ ગામ ખાતેનો ઇન્‍ડિયન ઓઈલ પેટ્રોલ પમ્‍પ પ્રશાસને સીલ કર્યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં 23 જૂન રવિવાર પોલીયો દિવસ અંતર્ગત સ્‍ટીયરીંગ કમિટીની મિટિંગ તથા વર્કશોપ યોજાયો

vartmanpravah

વાપી જકાતનાકા-ફાટક રોડ ઉપર અતુલ સોસાયટી પાસે અંડરપાસ બનશે : કામગીરી માટે રોડ વન-વે થશે

vartmanpravah

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીના B.com, BBA, B.sc, BCA, M.com, M.scમાં વાર્ષિક રમોત્સવ ની ભવ્ય ઉજવણી

vartmanpravah

નાની દમણના ટેક્ષી સ્‍ટેન્‍ડના પાછળના ભાગમાં એકાદ સપ્તાહથી ફરતો કપિરાજ આખરે પાંજરે પુરાયો

vartmanpravah

ધરમપુરમાં સોનાના બિસ્‍કીટ રસ્‍તામાં લેવા ગોઠવાયેલ મીટિંગમાં ડુપ્‍લીકેટ પોલીસે રેડ પાડી 37 લાખ લઈ ફરાર

vartmanpravah

Leave a Comment