October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણવાડાના બારિયાવાડ ખાતે સોપાની માતાના પટાંગણમાં ભવ્‍ય શ્રી રામ નવમી મહોત્‍સવ સંપન્નઃ 20 દંપતિઓએ મહાપૂજાનો લીધેલો લાભ

સોપાની માતા ગ્રુપ દ્વારા આયોજીત રામ નવમી મહોત્‍સવમાં ભાવિકભક્‍તજનોની લાગેલી ભીડ : મહાપ્રસાદનો પણ લીધેલો લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10
આજે દમણવાડાના બારિયાવાડ ખાતે સોપાની માતા મંદિરના પટાંગણમાં શ્રીરામ નવમી મહોત્‍સવમાં મહાપૂજાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ર0 યુગલોએ ભાગ લીધો હતો.
સવારે 9.00 વાગ્‍યાથી મહાપૂજાનો આરંભ થયો હતો. વૈદિક મંત્રોચ્‍ચાર સાથેની પૂજાના કારણે સમગ્ર વિસ્‍તારમાં ભાવભક્‍તિની સાથે હકારાત્‍મકતાનું વાતાવરણ દીપી ઉઠયું હતું. પૂજા બાદ રાસ-ગરબાની રમઝટ પણ ચાલી હતી.સોપાની માતા ગ્રુપ દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. જેમાં સેંકડો ભાવિકભક્‍તજનો જોડાયા હતા.
આ પ્રસંગે દમણના આજુબાજુના અનેક શ્રદ્ધાળુઓએ પણ સોપાની માતાની મુલાકાત લઈ આર્શીવાદ મેળવ્‍યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંપૂર્ણ શિષ્‍ત સાથે સોપાની માતા ગ્રુપ દ્વારા કરાયું હતું.

Related posts

ચીખલીમાં બે આખલા બાખડતા નાસભાગ મચી

vartmanpravah

ચૂંટણીને લઈ પાતલીયા ચેક પોસ્‍ટ ખાતે સંઘપ્રદેશમાંથી આવતા તમામ શંકાસ્‍પદ વાહનોનું ચેકિંગ હાથ ધરાયું

vartmanpravah

દાનહના શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરની અધધ… રૂા.41 કરોડ 10 લાખ કરતા વધુની રોકડ સહિત સંપત્તિ

vartmanpravah

વાપી ભડકમોરા હનુમાનજી મંદિરમાં નશામાં ધૃત બનેલા બે નેપાળીઓએ કાર ઘૂસાડી : મોટી દુર્ઘટના ટળી

vartmanpravah

સેલવાસની એક ચાલીના બંધ રૂમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર

vartmanpravah

દાનહ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી અપૂર્વ શર્માના માર્ગદર્શનમાં દપાડા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment