August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ કલેક્‍ટરાલયમાં ભારતીય માનક બ્‍યુરોની અધિકારીઓ-કર્મચારીઓને આપવામાં આવેલી જાણકારી

સરકારી વિભાગો દ્વારા જારી કરાતા ટેન્‍ડરો અને ખરીદીમાં આઈએસઆઈ માર્કનું ધ્‍યાન રાખવા આપેલી સમજ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.19
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દમણ કલેક્‍ટાલયના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓનો ભારતીય માનક બ્‍યુરો અને તેના કાર્યો અંગે જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ખાસ ઉપસ્‍થિત રહેલા આઈએસઆઈ સુરતના નિર્દેશક શ્રી એસ.કે.સિંઘે સમાજમાં ગુણવત્તાયુક્‍ત સામાનનો ઉપયોગ અને ખરીદી માટે આઈએસઆઈ માર્કને ધ્‍યાનમાં રાખવા જરૂરી જાણકારી આપી હતી. તેમણે સરકારી વિભાગો દ્વારા જારી કરાતા ટેન્‍ડરો અને સરકારી ખરીદીમાં આઈએસઆઈ માર્ક વાળી વસ્‍તુઓના ઉપયોગ માટે અનુરોધ કર્યો હતો અને તેના મહત્‍વને પણ સમજાવ્‍યું હતું. તેમણે બીઆઈએસ કેર એપ અને ભારતીય માનક બ્‍યુરોની વેબસાઈટની બાબતમાં પણ જાણકારી આપી હતી.
આ પ્રસંગે કાર્યક્રમની સમાપન વિધિ ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાએ આટોપી હતી.

Related posts

ચીખલી-ખેરગામ રોડ ઉપર ચાડીયા નજીક છોટા હાથી ટેમ્‍પોએ મારેલી પલ્‍ટીઃ ચાલકનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

શ્રીસ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખેલમહાકુંભમાં ઝળકી

vartmanpravah

વાપી અંબામાતા મંદિરમાં પ્રથમ વખત ગૌસેવાના લાભાર્થે ભાગવત કથાનો પ્રારંભ

vartmanpravah

વલસાડ વિભાગમાં ત્રણ દિવસમાં ત્રણ શિકાર : બે કંડકટર એક હેડ મિકેનીક ફરજ મોકૂફ કરાયાં

vartmanpravah

વાપીથી બાઈકની ઉઠાંતરી

vartmanpravah

વાપી નામધા હનુમંત રેસીડેન્‍સીમાં જુગાર રમતા છ બિલ્‍ડર-કોન્‍ટ્રાક્‍ટર ઝડપાયા

vartmanpravah

Leave a Comment