Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ સંવિધાન ગૌરવ સમિતિએ કરાડ ખાતે આવેલ પોલિટેક્‍નીક કોલેજનું નામ ટૂંકમાં નહી પણ પૂર્ણ ડો. બાબાસાહેબ આંબેડકર પોલિટેક્‍નીક કોલેજ તરીકે લખવા કરેલી અરજ

દાનહના દરેક સરકારી અને અર્ધ સરકારી કાર્યાલયોમાં સંવિધાન નિર્માતા ડો. બાબાસાહેબ આંબેડકરની તસવીર લગાવવા કરેલું સૂચન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.27
દાનહની સંવિધાન ગૌરવ સમિતિ દ્વારા 6 મહત્‍વપૂર્ણ માંગ કરવામાં આવી છે જેમાં સંવિધાન નિર્માતા ડો.બાબાસાહેબ આંબેડકરના સંવિધાનથી ભારત શાસન-પ્રશાસન ચાલે છે તેમ છતાં સરકારી અધિકારીઓ પોતે કાર્યાલયમાં ડો.બાબાસાહેબ આંબેડકરની તસવીર લગાવતા નથી. જેના કારણે સંવિધાન ગૌરવ સમિતિએ આવેદનપત્રમાં 6 મહત્‍વની માંગણીઓ કરી હતી. જેમાં બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર અને છત્રપતિ શિવાજી મહારાજની ઉભી પ્રતિમાને તાત્‍કાલિક મંજૂર કરવામાં આવે, ડો. બાબાસાહેબ આંબેડકરભવનનું નિર્માણ કરવા, કરાડની પોલિટેક્‍નિક કોલેજનું નામ શોર્ટમાં લખેલું છે જેને ડો. બાબાસાહેબ આંબેડકરના પૂર્ણ નામ સાથે લખવાની માંગ કરી હતી. તેમજ દાદરા નગર હવેલીના તમામ સરકારી કાર્યાલયો તેમજ સરકારી અને અર્ધ સરકારી સ્‍કૂલમાં સંવિધાનના નિર્માતાની તસવીર લગાવવી તેમજદાનહના ગરીબ વંચિત ઘર વિહોણા જરૂરતમંદ કામદારોને સરકારના રાહત દરે મકાન આપવાની માંગ કરી હતી.
આજે કલેકટર કચરીમાં સંવિધાન ગૌરવ સમિતિના શ્રી નરેન્‍દ્ર ધારગવે, શ્રી ભીમરાવ કટકે, શ્રી વિનાયક ઇંગોલે,શ્રી વાસુદેવ પ્રધાન, શ્રી આર.કે.જાધવ-યુનિયન લીડર, શ્રી ગોવર્ધન મહાજન, શ્રી સંજીવન બોદ્ધ, શ્રી વનવાસ જી. રાઉત, શ્રી ઉત્તમ તારુ, શ્રી ઉત્તમ ખેબાલે અને અન્‍ય ભીમ સૈનિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ખાનવેલ વિસ્‍તારના યુવાનોએ ધારણ કર્યો ભાજપાનો ખેસ

vartmanpravah

વલસાડના એમ માર્ટ- મનોજ એન્‍ટરપ્રાઈઝીસમાંથી વસુધારા ડેરીના નકલી ઘી ના પાઉચ મળતા ચકચાર

vartmanpravah

બગવાડા ટોલ નાકા પાસે લાયસન્‍સ વિના તલવારનું વેચાણ કરતા ઈસમોને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

બરોડા આરસેટી દ્વારા શાકભાજી નર્સરી સંચાલન અને ખેતી અંગેનો તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નરોલી ગ્રા.પં.ના સભ્‍ય અને ભાજપના આગેવાન યોગેશસિંહ સોલંકીના નેતૃત્‍વમાં નરોલી પંચાયતને આદર્શ બનાવવા સરપંચ અને સભ્‍યોની કવાયત : સી.ઈ.ઓ.ની મુલાકાત કરી આપેલો ગ્રાઉન્‍ડ રિપોર્ટ

vartmanpravah

કપરાડા તાલુકામાં રૂા. 1.2પ કરોડના ખર્ચે આકાર લઈ રહેલી અદ્યતન લાઈબ્રેરી ટૂંકા દિવસોમાં ખુલ્લી મુકાશે

vartmanpravah

Leave a Comment