September 15, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં એનએસએસ દ્વારા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ સંદર્ભે કાર્યક્રમનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15
દાનહ અને દમણ દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં ગુણવતાયુક્‍ત શિક્ષણ સાથે વિદ્યાર્થીને સર્વાંગી વિકાસ કાર્યક્રમનું શાળા સ્‍તરે આયોજન કરવામા આવેલ છે.
ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલય રાષ્‍ટ્રીય સેવા યોજનાનિર્દેશાલય નવી દીલ્‍હીના દિશાનિર્દેશમા દાનહ અને દમણ દીવ એનએસએસ એકમો દ્વારા વિવિધ શાળાઓમા આંતરરાષ્‍ટ્રીય યોગા દિવસના ઉપલક્ષમા યોગા પ્રોટોકોલનો અભ્‍યાસ કરવામા આવ્‍યો હતો. બન્ને પ્રદેશના એકીકરણ બાદ એનએસએસ દ્વારા રાષ્‍ટ્રીય સ્‍તરે ઉત્‍કળષ્ટ પ્રદર્શન કરવામા આવ્‍યું છે.
પ્રજાસતાક દિવસ પર્વની પરેડમા દીવની કુમારી સિદ્ધિ બારિયાને આખા ભારતવર્ષના એનએસએસ ટુકડીનું નેતળત્‍વ કરી પ્રદેશના વિદ્યાર્થીઓમા નવો જોશ ભર્યો હતો. કુ.સિદ્ધિને પ્રસાશકશ્રીના હસ્‍તે સન્‍માનિત પણ કરવામા આવી હતી. આવનાર સમયમાં રાષ્‍ટ્રીય સ્‍તરે એનએસએસના સ્‍વયંસેવક પોતાની ભાગીદારી દર્જ કરવા માટે કટિબદ્ધ છે.

Related posts

મોહનગામના દિપકભાઇ ગુમ

vartmanpravah

કડૈયા ગામના શ્રીજી યુવક મંડળ ખાતે પ્રસિદ્ધ કથાકાર દેવુ બાપુએ ગણપતિ બાપ્‍પાના આશીર્વાદ લઈ ભક્‍તોને મહાપૂજાનો આપેલો લાભ

vartmanpravah

ધરમપુરમાં એક ચિકનશોપમાં ગૌમાંસ મળી આવ્‍યા બાદ તમામ ચિકનશોપમાં તપાસ કરવાની માંગ ઉઠી

vartmanpravah

સેલવાસની નમો મેડિકલ અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ બદલાયેલા દાનહ અને દમણ-દીવનું પ્રતિબિંબ

vartmanpravah

સેલવાસ-વાપી રોડ પર વાનમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

પેટા ચૂંટણી દરમ્‍યાન લોન્‍ચ કરાયેલ ‘ડીડી મોબાઈલ એપ્‍લિકેશન’ માટે દાનહ પોલીસ વિભાગને મેડલથી સન્‍માનિત કરાયો

vartmanpravah

Leave a Comment