October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

નવસારી-વિજલપોર નગરપાલિકાના વિસ્તારમાં રૂા.૧૨૯૮.૮૨/- લાખના ખર્ચે નિર્મિત ૨૧ એમ.એલ.ડી. ફીલ્ટરેશન પ્લાન્ટ તથા વોટર એટીએમનું લોકાર્પણ કરતાં નવસારી સાંસદ સી.આર.પાટીલ

નવસારીઃતા.18 નવસારી-વિજલપોર નગરપાલિકાના વિસ્તારમાં આવેલા ચંદન તળાવ અંદાજીત રૂા.૧૨૯૮.૮૨/- લાખના ખર્ચે નિર્મિત ૨૧ એમ.એલ.ડી. ફીલ્ટરેશન પ્લાન્ટ તથા વોટર એટીએમનું લોકાર્પણ નવસારી સાંસદ શ્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઇ શાહ ઉપસ્થિત રહયા હતાં.

આ પ્રસંગે નવસારી સાંસદ શ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વિજલપોર વિસ્તારના લોકોની વર્ષો જૂની માંગણી સંતોષાઇ છે. ૨૧ એમ.એલ.ડી. ફીલ્ટરેશન પ્લાન્ટથી નવસારીના નગરજનોને ખૂબ જ લાભ થશે. પાણીની સમસ્યાને પહોંચી વળવા રાજય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. નવસારી જિલ્લામાં ટુંક સમયમાં કાકરાપાર ડેમમાંથી પાણી મળી રહેશે. આ ઉપરાંત દમણગંગાનું પાણી પણ નવસારી જિલ્લાને મળશે. પીવાનું શુધ્ધ પાણી લોકોને મળી રહે તે માટે રાજય સરકાર અથાગ પ્રયાસ કરી રહી છે. રાજય સરકાર દ્વારાઆંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ગુજરાત દરેક ક્ષેત્રે સર્વાંગી વિકાસ કરી રહયો છે.

આ પ્રસંગે જલાલપોરના ધારાસભ્ય શ્રી આર.સી.પટેલે જણાવ્યું હતું કે, ૨૧ એમ.એલ.ડી. ફીલ્ટરેશન પ્લાન્ટથી નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં હવે પીવાના પાણીની સમસ્યાનો નિરાકરણ થશે. હવે લોકોને ઘરે ઘરે પીવાના પાણી મળી રહેશે. આવનારા દિવસોમાં રાજય સરકારની વિવિધ યોજનાઓ થકી વિકાસના કામો હાથ ધરાશે.

નવસારી ધારાસભ્યશ્રી પિયુષભાઇ દેસાઇએ પ્રસંગિક પ્રવચન કર્યુ હતું. પ્રારંભમાં નવસારી-વિજલપોર નગરપાલિકા પ્રમુખ શ્રી જીગીશ શાહે મહેમાનોને આવકાર્યા હતાં.

આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, શ્રી જીગ્નેશભાઇ, શ્રી અશ્વિનભાઇ, શ્રી રણજીતભાઇ સહિત, નવસારી-વિજલપોર નગરપાલિકાના અધિકારીઓ/પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપિસ્થત રહયા હતાં.

Related posts

વાપી બલીઠા હાઈવે ઉપર કાર ચાલકે કાબુ ગુમાવતા ટ્રક સાથે ભટકાતા ગંભીર અકસ્‍માત સર્જાયો : ચાલકનો બચાવ

vartmanpravah

વાપી જુના રેલવે ફાટક અંડરપાસ માટે રેલવેએ મેગા બ્‍લોક કરી તોતિંગ ગડરો નાખવાની કામગીરી પૂર્ણ કરી

vartmanpravah

ટિકિટની કાળાબજારી કરનારાઓ પર રેલવેની લાલ આંખ, એક વર્ષમાં આટલાં લોકોની કરી ધરપકડ

vartmanpravah

ગ્રાહકના સ્‍વાંગમાં આવેલ બે મહિલાએ કરી દુકાન માલિક સાથે છેતરપિંડી

vartmanpravah

નાની દમણ કોલેજ રોડ ઉપર આવેલ: ફોરર્ચ્‍યુન વર્લ્‍ડ એપાર્ટમેન્‍ટમાં ખાણી-પીણીની પાર્ટી દરમિયાન મિત્રો મિત્રો વચ્‍ચે બબાલઃ ઉછળેલા લોખંડના સળિયા અને લાઠી

vartmanpravah

દમણ પરિવહન વિભાગે ડેન્‍ટલ અને એન્‍જિનિયરીંગ કોલેજમાં વિદ્યાર્થીઓને શીખવેલા રોડ સલામતિના પાઠ

vartmanpravah

Leave a Comment