October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા કેટલાક ખેડૂતોને વર્મી કમ્‍પોસ્‍ટ બેડનું કરાયેલું વિતરણ

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ઓર્ગેનિક ખેતીને પ્રોત્‍સાહન આપવા ખેડૂતોને પોતાના ખેતરમાં જૈવિક ખાતરના ઉત્‍પાદનની પ્રક્રિયા સમજાવાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.19
દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા આજે પંચાયત વિસ્‍તારના કેટલાક ખેડૂતોને વર્મી કમ્‍પોસ્‍ટના બેડ આપી તેમને ઓર્ગેનિક ખેતીનો પ્રયોગ કરવા જરૂરી સલાહ સૂચન પણ આપ્‍યા હતા.
ગયા વર્ષે તોક્‍તે વાવાઝોડાના કારણે ગ્રામ્‍ય રસ્‍તા ઉપર પડેલા પાંદડા, ડાખળીઓ તેમજ અન્‍ય કચરા-કુટામાંથી વર્મી કમ્‍પોસ્‍ટ બનાવવાના શરૂ કરેલા પ્રયોગનું આજે એક વર્ષ પૂર્ણ થતા તેનેહવે લોકોના ઘર સુધી લઈ જવાનો સંકલ્‍પ વ્‍યક્‍ત કરાયો હતો.
દમણવાડા ગ્રામ પંચાયતની ટીમ આવતા દિવસોમાં પોતાના વિસ્‍તારના પ્રગતિશીલ અને જૈવિક ખેતી કરવા ઈચ્‍છુક ખેડૂતોની પાસે જઈ તેમને વર્મી કમ્‍પોસ્‍ટ બેડ આપી ખાતર તૈયાર કરવા માટેની સમજ પણ આપવામાં આવશે અને પંચાયત દ્વારા સમય સમય ઉપર મોનિટરિંગ પણ કરાશે. જેના કારણે દમણવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારના ખેડૂતો પ્રાયોગિક ધોરણે પોતાના ખેતરમાં જૈવિક ઉત્‍પાદન તરફ વળે એ પ્રકારના પ્રયાસો હોવાનું સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું.
આજે પ્રાયોગિક ધોરણે કરાયેલા વર્મી કમ્‍પોસ્‍ટ બેડ પ્રસંગે સેક્રેટરી શ્રી નિખિલ મિટના, જે.ઈ.શ્રી વિપુલ રાઠોડ, શ્રી રોહિત ગોહિલ સહિત કેટલાક પ્રગતિશીલ ખેડૂતો પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

‘‘સ્‍વચ્‍છ સાગર, સુરક્ષિત સાગર” અભિયાન અંતર્ગત શનિવારે દેવકા અને જમ્‍પોર બીચ ખાતે માનવ મહેરામણ ઉમટશેઃ દમણના 15 કિ.મી.વિસ્‍તારમાં ફેલાયેલા દરિયા કિનારાની સફાઈ માટે બનનારી અલગ અલગ ટીમ

vartmanpravah

સેલવાસ બાવીસા ફળિયા બરમદેવ મંદિરનો પાટોત્‍સવ 4થી એપ્રિલે

vartmanpravah

વાપી મહાનગરપાલિકા બનવાના એંધાણ: પાલિકા આગળ મહાનગરપાલિકાનું બોર્ડ લાગ્‍યું

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી કેરી પાકને થયેલા નુકશાનના વળતર માટે ત્રણ ધારાસભ્‍યોની રજૂઆત

vartmanpravah

વલસાડ ધરમપુર ખાતે ALL INDIA OPEN KARATE CHAMPIONSHIP કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment