વલસાડ તા.૨૩: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મોહનગામ, પલસેટ ફળિયા, ખાતે રહેતા દિપકભાઇ કિશનભાઇ પટેલ, તા.૪/૫/૨૦૨૨ના રોજ સવારે ૧૧-૦૦ વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી રાધાસ્વામી સત્સંગ બીયાસમાં જાઉં છું કહીને ગયા બાદ આજદિન સુધી ઘરે પરત આવ્યા નથી. ગુમ થનારની ઉંમર ૪૭ વર્ષ, ઊંચાઇ આશરે સાડાપાંચ ફૂટ, રંગે ઘઉંવર્ણ, શરીરે ચોકલેટી કલરનો લીટીવાળો શર્ટ તથા કાળા કલરનો પેન્ટ અને કાળા બુટ પહેર્યા છે. જે ગુજરાતી, હિન્દી અને મરાઠી ભાષા જાણે છે. આ વર્ણનવાળા વ્યક્તિની જો કોઇને ભાળ મળે તો ભિલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.