September 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

રાનવેરી કલ્લા ગામે અગાઉની બોલાચાલીની અદાવતે બેને માર મરાતા બંને ઈજાગ્રસ્‍તોને સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડાયા: પોલીસે બનાવમાં ચાર જેટલા લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) ચીખલી(વંકાલ), તા.24
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા.22મે ના રોજ રાત્રે દસેક વાગ્‍યાના અરસામાં રાનવેરી કલ્લાના જૂનાવાડા ફળીયા સ્‍થિત ફરિયાદી સ્‍નેહલકુમાર હસમુખભાઈ પટેલ (ઉ.વ.26)ની બહેનને અગાઉની નાની બોલાચાલીની અદાવત રાખી પાડોશી મનીષભાઈએ ગાળો આપતા તે બાબતે પૂછવા જતા તે એકદમ ઉશ્‍કેરાઈ જઈ સ્‍નેહલકુમારને લાકડાનો ફટકો મારતા અને તેને બચાવવા જતા તેની બહેન અર્પિતાને પણ ઝપાઝપી કરતા અન્‍યો ભેગા મળી માર મારતા અને તેમના સંબંધી કૃપલ તથા ચિંતન સાથે પણ ઝપાઝપી કરી ઢીક્કામુક્કીનો માર મારવા લાગતા આજુબાજુના ઘણાં લોકો દોડી આવી વધુ મારથી બચાવ્‍યા હતા.
બનાવમાં સ્‍નેહલકુમારને માથામાં ઇજા થતાં ચક્કર આવતા ગામના સરપંચ સહિતનાઓ દ્વારા હોસ્‍પિટલમાં ખસેડાયા હતા જ્‍યાં તેમને માથામાં ટાંકા લેવા પડ્‍યા હતા. આ ઉપરાંત તેની બહેન અર્પિતાને પણ સારવાર લેવાની ફરજ પડી હતી.
ઉપરોક્‍ત હકીકત મુજબની ફરિયાદમાં પોલીસે મનીષ અર્જુનભાઈ પટેલ, અર્જુનભાઈ પટેલ, નિમિષા અર્જુન પટેલ તથા વિહલ ઈશ્વરભાઈ પટેલ (તમામ રહે.રાનવેરી કલ્લા જૂનાવાડા ફળિયું તા. ચીખલી) એમ ચાર જેટલા લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ. કે.એમ.વસાવા કરી રહ્યા છે.

Related posts

વાપી રાતા પાંજરાપોળમાંથી ચાર પશુઓની તસ્‍કરી કરનારા બે આરોપીને પોલીસે ઝડપી પાડયા

vartmanpravah

સ્‍વ. મીનાબેન કૈલાશનાથ પાંડેની પુણ્‍યતિથિ નિમિત્તે: વલસાડ નગરપાલિકા સંચાલિત મ્‍યુનિસિપલ હોસ્‍પિટલને 8 લાખ રૂપિયાની બજાર કિંમતની જીવનરક્ષક દવાઓનું નિઃશુલ્‍ક વિતરણ

vartmanpravah

સ્‍વયં અને સમાજ માટે યોગઃ વલસાડના અબ્રામા ખાતે યોગ દિન પૂર્વે યોગાભ્‍યાસ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પારડીમાં ચરસ-ગાંજાના વેપારનો પર્દાફાશઃ માતા-પુત્રની ધરપકડ

vartmanpravah

સંઘપ્રદેશમાં વધુમાં વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડના દાયરામાં લાવવા દાનહ અને દમણના કલેક્‍ટરના અધ્‍યક્ષ સ્‍થાને લેવાયેલો નિર્ણય

vartmanpravah

વાપી કેબીએસ કોલેજ વકૃત્વ સ્પર્ધામાં ઝળકી

vartmanpravah

Leave a Comment