October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના 88 ગામોમાં 79.44 કરોડના રસ્‍તાઓનું પ્રધાનમંત્રીશ્રીના હસ્‍તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે

જિલ્લાના 5 તાલુકાઓમાં 27.60 કરોડના રસ્‍તાઓનું લોકાર્પણ અને 51.84 કરોડના રસ્‍તાઓનું ખાતમુહૂર્ત કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.01
નવસારીના ચીખલી તાલુકાના ખૂડવેલ ખાતે તા.10મી જૂને પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સંભવિત કાર્યક્રમમાં પ્રજાલક્ષી વિકાસના કામો પૈકી 764.24 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને રૂ.200.58 કરોડના કામોનું ખાતમૂહુર્ત કરાશે, જે અંતર્ગત વલસાડ જિલ્લાના વલસાડ, પારડી, ઉમરગામ, ધરમપુર અને કપરાડા તાલુકામાં રૂા.79.44 કરોડના ખર્ચે 88 ગામોમાં 88 રસ્‍તાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. જે પૈકી રૂા. 27.60 કરોડના ખર્ચે બનેલા રસ્‍તાઓનું લોકાર્પણ અને રૂા. 51.84 કરોડના ખર્ચે બનનારા રસ્‍તાઓનું ખાતમુહૂર્ત કરાશે. જેમાં વલસાડ તાલુકાના રૂા.41.16 કરોડના 30 રસ્‍તાઓનું ખાતમૂહર્ત અને રૂા.6.44 કરોડના 18 રસ્‍તાઓનું લોકાર્પણ, કપરાડા તાલુકાના રૂા.12.7 કરોડના 17 રસ્‍તાઓનું ખાતમૂહુર્ત, ઉમરગામ તાલુકાના રૂા.4.6 કરોડના 2 રસ્‍તાઓનું ખાતમૂહુર્ત અને રૂા.3.03 કરોડના 11 રસ્‍તાઓનું લોકાર્પણ, પારડી તાલુકાના રૂા.8.1 કરોડના 8 રસ્‍તાઓનું ખાતમૂહુર્ત અને ધરમપુર તાલુકાના રૂા.3.38 કરોડના 2 રસ્‍તાઓનું લોકાર્પણનો સમાવશે થાય છે.

Related posts

દમણ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાને પકડેલું લોક આંદોલનનું સ્‍વરૂપ

vartmanpravah

દાનહમાં એસ.સી., એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓને પોસ્‍ટ મેટ્રિક સ્‍કોલરશીપ નહીં મળતાં પ્રશાસકશ્રીને કરેલી રજૂઆત

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા અથાલ અને નરોલીમાં ગેરકાયદે બાંધકામો દુર કરાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કોચીન ખાતે સ્‍વદેશી વિમાન વાહક જહાજ વિક્રાંતને નિહાળવાનો લીધેલો લ્‍હાવો

vartmanpravah

કવાલ ખાતે કાપડી સમાજનો સ્‍નેહ મિલન સમારંભ યોજાયો: કુળદેવી હિંગળાજ માતાના મંદિરનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

દાનહ રોટરી ક્‍લબ દ્વારા બે દિવસીય વુમન્‍સ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રારંભ કરાયો : કલેક્‍ટર ડો.રાકેશ મિન્‍હાસે કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

Leave a Comment